“આપ”ના પ્રદેશ પ્રમુખે વેલ્ફેર હોસ્પિટલની મુલાકાત લઈ મૃતકોના પરિવારજનો માટે સહાયની માંગ કરી
કોરોના મુદ્દે સરકારનો કોઈ વિરોધ નહીં : વેકસીનેશન અંગે જન જાગૃતિ અભિયાન હાથ ધરાશે : હાલ માં જનેસવા જ માત્ર લક્ષ્ય.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચની વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગના બનાવ બાદ વિવિધ રાજકીય અગ્રણીઓ ની મુલાકાત નો દૌર ચાલી રહ્યો હોય.આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ ઘટના સ્થળ ની મુલાકાત લઈ મૃતકો ના પરિવારજનો ને સહાય માટે ની માંગણી કરી હતી.તેવો એ કોરોના ના મુદ્દે કોઈ રાજકારણ નહિ કરવા અને વેકસીનેશન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું.
ભરૂચ ની વેલ્ફેર હોસ્પિટલ ના કોવિડ વોર્ડ માં આગ લાગવાના બનાવ માં ૧૬ દર્દીઓ સહિત ૧૮ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.આ ઘટના ની જાતમાહિતી મેળવવા માટે આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભરૂચની આવી વેલ્ફેર હોસ્પિટલ ના ઘટના સ્થળ ની મુલાકત લઈ ઘટના ક્રમ અંગેની માહિતી મેળવી નિરીક્ષણ કર્યું હતું.તેવો એ આગ ની ઘટના ને દુઃખદ ગણાવી મૃતકો ને શ્રદ્ધાંજલી આપવા સાથે પરિવાર જનો ને સહાય માટે ની માંગણી કરી હતી
આવી ઘટનાઓ નું પુરાવર્તન ન થાય તે માટે સાવચેતી રાખવામાં આવે તેવી અપીલ કરી હતી.વર્તમાન કોરોના મહામારી મુદ્દે તેવો એ કહ્યું હતું કે અમે કોઈ રાજકારણ નહિ કર્યે,માત્ર જનસેવા કરીશું વેકસીનેશન અંગે જનજાગૃતિ હાથધરી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશું.આ મુદ્દે સરકાર નો વિરોધ કરવાનો ખૂબ સમય,દમદાર જડબે સલાક વિરોધ કરીશું અને સરકાર ને ઘર ભેગી કરીશું, પણ અત્યારે અમે સરકાર ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી. પ્રદેશ પ્રમુખ ઈટાલિયા સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.