Western Times News

Gujarati News

બ્રાઝિલમાં સગર્ભા અને માતા બન્યા બાદ તરત જ ૮૦૦ મહિલાઓના મોત

Files Photo

નવીદિલ્હી: વિશ્વસ્તરે કોરોનાનો કાળો કહેર જાેવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓને કોરોના વધારે અસર કરતો હતો, ત્યારે હવે સગર્ભા મહિલાઓ જાણે નવો ટાર્ગેટ હોય તેવું લાગી રહ્યું છે.કોરોના વાયરસનો સામનો કરી રહેલા બ્રાઝિલમાં ગર્ભવતી મહિલાઓ માટે આ મહામારી કાળ બનતી જઈ રહી છે. બ્રાઝિલમાં સગર્ભા અને માતા બન્યા બાદ તરત જ ૮૦૦ મહિલાઓના મોતથી આખો દેશ હચમચી ઉઠ્‌યો છે. દેશના અધિકારીઓએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ તેમની પ્રેગ્નેન્સી માટેના પ્લાન થોડા સમય માટે મુલતવી રાખે. બ્રાઝિલમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

આ અંગે વધુમાં બ્રાઝિલની ટાસ્કફોર્સના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા બાદ ઓછામાં ઓછી ૮૦૩ ગર્ભવતી અને બાળકને જન્મ આપનાર મહિલાઓના મોત થયા હતા. જેમાંથી ૪૩૨ મોત આ વર્ષે જ થયા છે. બ્રાઝિલમાં આ વર્ષે કોરોના વાયરસ સૌથી ખતરનાક સ્તર પર પહોંચી ગયો છે. તાજેતરમાં બ્રાઝિલના અખબારો સગર્ભા સ્ત્રીઓનાં મોતનાં સમાચારોથી ભરાયેલા જાેવા મળ્યા હતા.

વિશ્વભરમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે બ્રાઝિલની પરિસ્થિતિ વિશ્વના અન્ય ભાગોની તુલનામાં વધુ જાેખમી છે. આ જ કારણ છે કે બ્રાઝિલમાં કોરોના ઓછો ન થાય ત્યાં સુધી અધિકારીઓએ મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં વિલંબ કરવાની ચેતવણી આપી છે. એક અનુમાન મુજબ વિશ્વમાં કોરોનાને કારણે સગર્ભા સ્ત્રીઓના કુલ મૃત્યુનો ૭૭.૫ ટકા હિસ્સો બ્રાઝિલનો છે.

કોરોનાના કેસ રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યા છે.જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વૈશ્વિક કોરોના કેસ ૧૫૩.૧ મિલિયન થઈ ગયા છે અને ૩.૨૦ મિલિયનથી વધુ લોકોના મોત થયા છે. મંગળવારે સવારે યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ)એ તેના તાજેતરના અપડેટમાં ખુલાસો કર્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસલોડ અને મૃત્યુદર ૧૫૩,૧૭૭,૯૩૧ અને ૩,૨૦૯,૩૪૯ છે. સીએસએસઇ અનુસાર દુનિયામાં સૌથી વધારે ૩૨,૪૭૦,૩૬૩ અને ૫૭૭,૪૯૨ મૃત્યુ સાથે અમેરિકા સૌથી ખરાબ સ્થિતિવાળું દેશ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.