મસ્કતી કાપડ મહાજન કોરોના પીડિત કર્મચારીઓને આર્થિક સહાય કરશે
(એજન્સી) અમદાવાદ, કોરોનાની મહામારીમાં ઘરદીઠ લોકો સંક્રમિત થઈ ગયા છે તેની સારવાર અને મેડીકલ રીપોર્ટ માટે હજારોના ખર્ચા થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મધ્યમવર્ગીય પરિવારનુૃં બજેટ ખોરવાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
માટે જ મસ્કતી કાપડ મહાજને પોતાના સભ્ય વેપારીઓની પેઢીમાં પાંચેક વર્ષથી કામ કરતા કોઈપણ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હોય અને તેને સારવાર માટે જે ખર્ચ કર્યો હોય તે માટે આર્થિક સહાય આપવા નિર્ણય લીધો છે. આર્થિક સહાય માટે જે તે કર્મચારીએે પેઢીના ભલામણ પત્ર સહિત જરૂરી રીપોર્ટ અને સારવારની વિગતો રજુ કરવાની રહેશે.
ગત વર્ષે પણ કોરોનાને લીધે બજારો લાંબા સમય સુધી બંધ રહયા હતા. મસ્કતી કાપડ મહાજન દ્વારા માર્કેટમાં કામ કરતાં લારી મંડળના શ્રમિકોને પણ આર્થિક સહાય આપવામાં આવી હતી. મસ્કતી કાપડ મહાજનના આ નિર્ણય અંગે પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ હતુ કે અમદાવાદમાં કોરોના સંક્રમણનો સંખ્યાબંધ લોકો ભોગ બન્યા છે.
આ પરિસ્થિતિમાં લોકોને જુદા જુદા રીપોર્ટ કઢાવવાનો તેમજ સારવારનો મોટો ખર્ચ થઈ રહ્યો છે. મસ્કતી કાપડ મહાજનના સભ્ય વેપારીઓની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોય તો તેમણે પણ સારવાર અને કોરોના રીપોર્ટને ઘણો ખર્ચ થયો હોય. આ પરિસ્થિતિમાં મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેથી જ મસ્કતી કાપડ મહાજન દ્વારા કમિટિનીે રચના કરવામાં આવી છે.
કમિટી દ્વારા મહાજનના સભ્ય વ્યાપારીઓની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓને જાે કોરોના થયો હોય અને તેની સારવારમાં ખર્ચ થયો હોય તો તેના માટેની આર્થિક સહાય આપવામાં આવશે. આર્થિક સહાય મેળવવા માટે જે તે કર્મચારીએ પેઢીના લેટરપેડ પર ભલામણ પત્ર લખાવવાની રહેશે. અને કોરોના રીપોર્ટ સહિત જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ લોકડાઉનમાં મહાજને લારી મંડળના શ્રમિકોને આર્થિક સહાય સીધી તેમના બેક એકાઉન્ટમાં આપી હતી.