રેમડેસિવીરનો ઉપયોગ કર્યા સિવાય ઓકિસજન લેવલ જાળવી દર્દીને સ્વસ્થ કરાયા
આજની સલામ આણંદ જનરલ હોસ્પિટલના તબીબ ડૉ. અમર પંડયા અને તેમની ટીમને ઓકિસજન લેવલ ૭૦ સુધી હોવા છતાં રેમડેસિવીર વિનામાત્ર ચાર દિવસમાં કોરોનોને મ્હાત આપી સ્વસ્થ થઇ નવજીવન મેળવતાં વર્ષાબેન પરમાર
આણંદની જનરલ હોસ્પિટલની તબીબી ટીમે રેમડેસિવીર ઇન્જેકશનનો ઉપયોગ કર્યા સિવાય ઓકિસજન લેવલ મેન્ટેન કરી કોરોના પોઝીટીવ દર્દીને સ્વસ્થ કરવામાં આવી
આણંદ શહેરમાં સરકારી હોસ્પિટલ તરીકે કાર્યરત જનરલ હોસ્પિટલમાં હાલ મોટી હાઈ ફાઈ સુવિધાઓ ન હોવા છતાં આ હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓનું સ્વસ્થ્ય થવાનું પ્રમાણ ખૂબ ઊંચું છે. આમ છતાં આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં તમામ દર્દીઓની તબીબો દ્વારા કોઇપણ જાતની કચાશ રાખ્યા સિવાય ઉચ્ચ કક્ષાની સારવાર-સેવા કરવામાં આવી રહી છે. આવી જ સારી સારવારની એક બાબત સામે આવી છે.
આણંદની જનરલ હોસ્પિટલમાં સારી સારવારની બાબત જે ધ્યાને આવી છે તેની વાત કરીએ તો આણંદ જિલ્લાના ભેટાસી વાંટા ગામના વર્ષાબેન પરમાર કે જેઓનો રીપોર્ટ કોવિડ પોઝીટીવ આવેલ અને તેઓનું ઓક્સિજન લેવલ 70 ટકા હોઈ તેઓને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે 22/04/2021ના રોજ લાવવામાં આવ્યા
ત્યારે તેઓની સ્થિતિ ગંભીર હતી અને તેઓને વેન્ટીલેટરની જરૂરિયાત હોઈ તબીબો દ્વારા અન્ય હોસ્પિટલમાં ખસેડવા સલાહ આપવામાં આવી હતી પરંતુ દર્દીના સગાઓએ જનરલ હોસ્પિટલના તબીબો પર ભરોસો મૂકી સારવાર કરવા જણાવેલ.
દર્દીના સગાઓ દ્વારા જયારે જનરલ હોસ્પિટલના તબીબો પર ભરોસો મૂકીને ઓકિસજન લેવલ ૭૦ હોવા છતાં દાખલ કરવા તૈયાર હોવાથી જનરલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડો. અમર પંડ્યા અને તેમની ટીમએ દર્દીની ઘનિષ્ઠ સારવાર કરવાનો પ્રારંભ કરી દીધો. અને તેનું પરિણામ એ આવ્યું કે માત્ર ચાર જ દિવસમાં દર્દીનું ઓક્સિજન મેન્ટેન થઈ ગયું.
અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે દર્દીનું ઓકિસજન લેવલ ૭૦ હોવા છતાં તબીબોએ દર્દીને રેમડેસીવીર ઈન્જેકશન આપ્યા સિવાય દર્દીનું ઓકિસજન લેવલ મેન્ટેન કરીને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ કરેલ છે આમ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં અને દર્દીને નવજીવન મળતાં દર્દીના પરિવારે તબીબોનો આભાર માન્યો હતો દર્દીને તા.22/04/2021 થી તા.27/04/2021 દરમિયાન હોસ્પિટલમા એડમિટ રાખવામાં આવ્યા હતા.
આમ, આજના આ કપરા સમયમાં જયારે રેમડેસીવીર ઇન્જેકશન વગર પણ કોરોના પોઝીટીવ દર્દીના ઓકિસજન લેવલને મેન્ટેન કરી શકાય છે તે આણંદની જનરલ હોસ્પિટલના તબીબ ડૉ. અમર પંડયા અને તેમની ટીમે સાબિત કરી રેમડેસીવીર ઇન્જેકશનનો ઉપયોગ કર્યા સિવાય દર્દીને સ્વસ્થ કરી શકાય તેવો નવો રાહ ચીંધ્યો છે. આમ, આજની સલામ આણંદની જનરલ હોસ્પિટલના તબીબ ડૉ. અમર પંડયા અને તેમની ટીમને.