પ્રેગ્નેન્ટ હોવા છતાં નર્સ અંજલી બહેન દર્દીઓની સેવામાં સતત કાર્યરત
આ નર્સ અંજલી બહેન પરમાર સોજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના સંક્રમણ વચ્ચે સેવા માં કાર્યરત છે અને દર્દીઓ ની સારવાર માટે દિવસ અને પોતાના ફાળે આવતી નાઈટ ડ્યૂટી પણ કરે છે…..
તેઓ પ્રેગ્નેન્ટ હોવા છતાંકોરોના સંક્રમણ કાળ માં સરકારી સેવા માં કાર્યરત એવા પ્રથમ હરોળ ના કોરોના વોરિયર્સ કેવા સંજોગો માં દર્દી ની સારવાર ને પ્રાથમિકતા આપે છે તે ગુજરાત ભરમાં અનેક કિસ્સાઓ જાણવા જોવા મળ્યા છે તેમાં અંજલીબહેન પરમાર નું પણ ઉમેરાયું છે…
આમ તો તેઓ પોતે જે સંજોગો માં સેવા આપી રહ્યા છે તેને પરમ કૃપાળુ પ્રરમાત્મા કૃપા માને છે…..અને ગ્રામિણ વિસ્તાર માં દર્દી ઓ ની સેવા માં કાર્યરત છે અને રસીકરણ નું પણ કામ કરે છે. તેઓની સંવેદનશીલ તા અને હિંમત ની સરાહના થઈ રહી છે.