ઘણા મોંઘા છૂટાછેડા પછી પત્નીઓ અરબપતિ બની ગઈ
નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સ લગ્નના ૨૭ વર્ષ પછી છૂટાછેડા લઈ રહ્યા છે. બંનેએ કહ્યું કે તે આગળની જિંદગી સાથે પસાર કરી શકે તેમ નથી. હવે ચારેબાજુ માત્ર એ સવાલ છે કે છૂટાછેડા પછી મેલિન્ડાના ભાગમાં કેટલાં પૈસા આવશે? થોડાક સમય પહેલાં એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસના છૂટાછેડા પણ તેના કારણે ચર્ચામાં હતા અને છૂટાછેડા પછી તેમની પત્ની અરબપતિઓની યાદીમાં આવી ગઈ.
ત્યારે આવો તમને બતાવીએ એવા ૫ છૂટાછેડા વિશે, જેમાં છૂટાછેડા પછી પત્ની અરબપતિ બની ગઈ અને પતિની આવકમાં ઘટાડો થતાં તે અનેક અરબપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા. કેસિોનાના દિગ્ગજ એલેન વિને ૨૦૧૦માં બીજીવાર છૂટાછેડા લીધા. તેમની પત્ની તે સમયે ૨૦૦૨થી વિન રિસોર્ટ્સની બોર્ડ મેમ્બર હતી. સેટલમેન્ટમાં એ નક્કી થયું કે તેમની પત્ની એલન વિનને કંપનીના ૧૧ મિલિયન એટલે ૧.૧ કરોડ શેર મળશે. આ શેરની કિંમત લગભગ ૭૯૫ મિલિયન ડોલર હતી.
સ્ટીવે પણ તે વર્ષે લગભગ ૧૧૪ મિલિયન ડોલર્સના શેર વેચ્યા. ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્ટીવ પર યૌન શોષણના આરોપ લાગ્યા અને તેના પછી તેમણે બધા શેર વેચી દીધા. તેના પછી લગભગ ૨ અરબ ડોલરની સંપત્તિની સાથે એલન ઉઅહહ ઇીર્જિંજની સૌથી મોટી શેર હોલ્ડર બની ગઈ હતી. રોય અને તેમની પત્નીએ ૨૦૧૭માં છૂટાછેડા માટે અરજી કરી હતી. તે પણ ત્યારે જ્યારે રોય ૭૭ વર્ષના હતા. અને તેમના પત્ની પેટ્રિસિયા ડિઝની ૭૨ વર્ષના હતા. આ છૂટાછેડા તેમણે લગ્નના ૫૨ વર્ષ પછી લીધા.
રોય ઈ વોલ્ટ ડિઝનનીના એક ભત્રીજા હતા. જેમની પાસે તે સમયે લગભગ ૧.૩ અરબ ડોલરની સંપત્તિ હતી. છૂટાછેડા પછી તેમણે પોતાની અડધી સંપત્તિ ગુમાવી દીધી. પહેલાં તે ફોર્બ્સ ૪૦૦ યાદીમાં હતા. પરંતુ છૂટાછેડા પછી તે અરબપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા. દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને તેની પત્ની મેકેન્ઝી બેઝોસના છૂટાછેડા ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ છૂટાછેડા પછી મેકેન્ઝી બેઝોસ પણ ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે.