કંગનાનું ટિ્વટર સસ્પેન્ડ થતા યુઝર્સે ઉજવણી કરી
મુંબઈ: સોશિયલ મીડિયા પર એલફેલ પોસ્ટ કરનાર ઉપર ઘણી વખત પ્લેટફોર્મ નિયમ ભંગ બદલ પગલા લેતુ હોય છે. આવો જ કિસ્સો બોલીવૂડની અભિનેત્રી કંગના રાણાવત સાથે બન્યો છે. કંગનાએ કેટલાક વિવાદાસ્પદ ટિ્વટ કર્યા હોવાથી ટિ્વટર દ્વારા તેનું એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કંગનાએ તિરસ્કૃત અને અપમાનજનક ટિ્વટ કર્યા હોવાની દલીલ થાય છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હારના પગલે કંગના દ્વારા તાજેતરમાં કરાયેલા ટ્વીટ પછી આ સસ્પેન્શન આવ્યું હતું. નોંધનીય છે કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ જીતી ગયા બાદ હિંસા ફાટી નીકળી હોવાની પોસ્ટ પત્રકારમાંથી ભાજપના નેતા બનેલા સ્વપન દાસગુપ્તા દ્વારા શેર કરવામાં આવી હતી. આ કથિત ટિ્વટનો જવાબ આપતી વખતે કંગનાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૦ જેવું વિરાટ રૂપ બતાવવું જાેઈએ.
આ ટિ્વટમાં કંગનાએ આડકતરી રીતે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી હુલ્લડોનો સંદર્ભ આપે મમતા બેનર્જીને કાબુમાં લેવા કહ્યું હતું. વારંવાર ટિ્વટરના નિયમ ભંગ કરવાના કારણે કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના પગલાં લેવાયા હોવાનું ટિ્વટરનું કહેવું છે. ટિ્વટરે નિવેદનમાં કહ્યું છે કે, ઓફલાઇન નુકસાન પહોંચાડવાની સંભાવના ધરાવતા વર્તન સામે પગલાં લેવા કંપની સમર્પિત છે. આ ર્નિણયથી કંગનાના ચાહકો હતાશ થઈ ગયા છે.
જાેકે, ફેક ન્યુઝ, વિવાદિત અને અપમાનજનક ટ્વીટ્સ કંગના દ્વારા કરાયા હોવાનું કહી ઘણાએ આ ર્નિણયને વધાવી લીધો છે. કંગનાને ફરીથી પ્લેટફોર્મ ઉપર પરત ફરવા દેવામાં ના આવે તેવું પણ કેટલાક યુઝર્સ ઇચ્છે છે. જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ ટિ્વટ કરી કહ્યું છે કે, અંતે કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું. તે માત્ર હિંસાને ઉશ્કેરતી નહોતી, પરંતુ નરસંહારની પ્રશંસા કરી પ્રોત્સાહન પણ આપી રહી હતી. આવી જ રીતે અનેક યુઝર્સ ટિ્વટરના ર્નિણયને યોગ્ય ગણાવી રહ્યા છે.
કંગનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ટિ્વટરએ ફક્ત તેઓ અમેરિકનો હોવાના અને શ્વેત વ્યક્તિને સફેદ રંગના વ્યક્તિની ગુલામ બનાવવાનો હકદાર હોવાના મારા મુદ્દાને સાબિત કર્યો છે. તમારે શું વિચારવું, બોલવું અથવા શું કરવું જાેઈએ તે તેઓ નક્કી કરવા માંગે છે. સદભાગ્યે, મારી પાસે ઘણા પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ હું સ્વતંત્ર રીતે અવાજ ઉઠાવવા માટે કરી શકું છું. પણ હજારો વર્ષોથી ત્રાસ, ગુલામી અને સેન્સરશિપનું દુઃખ ભોગવ્યું છે, હજુ પણ તેનો અંત નથી તે જાેઈને મારુ હૃદય દ્રવી ઉઠે છે.