મમતાજીએ મોદી, CBI, ED જેવી એજન્સીઓને પણ પરાજય આપ્યો : કમલનાથ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Kamal-Nath-.jpg)
ભોપાલ: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચુંટણીમાં ભલે જ કોંગ્રેસનો સફાયો થઇ ગયો હોય પરંતુ તે ટીએમસીની જીત પર જ ખુશી નજરે પડી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથનું કહેવુુ છે કે મમતા બેનર્જી આદે દેશની નેતા છે.કમલનાથે કહ્યું કે મમતા બેનર્જી દેશની નેતા છે,જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીબીઆઇ ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓને પણ પરાજય આપ્યો છે જાે કે ૨૦૨૪ની સામાન્ય ચુંટણીમાં મમતા બેનર્જીને યુપીએના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના સવાલને તેઓએ ટાળી દીધો હતો. આ સવાલ પર કમલનાથે કહ્યું કે યુપીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે
કમલનાથે કહ્યું કે મમતા બેનર્જીી આજે આપણા દેશના નેતા છે તે સતત ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા છે તેમને આ સ્તર વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને કેન્દ્રીય એજન્સીઓ તરફથી કડક ટકકર મળ્યા બાદ પણ હાંસલ કર્યું છે. કમલનાથે કહ્યું કે મમતા બેનર્જીની કેન્દ્ર સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મંત્રીઓ સીબીઆઇ ઇડી અને આવકવેરા વિભાગથી લડાઇ હતી ત્યારબાદ પણ તેમણે આ લોકોને પરાજીત કરી ભગાડી મુકયા છે.જાે કે મમતા બેનર્જીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાને લઇ કમલનાથે કહ્યું કે આ બાબતમાં હજુ કાઇ કહી શકાય નહીં યુપીએ તરફથી આ બાબતમાં નિર્ણય લેવામાં આવશે
બંગાળમાં ચુંટણી બાદ હિંસા અને ભાજપના આરોપોને લઇ કમલનાથે પોતાની વાત કહી તેમણે કહ્યુું કે ભાજપ હવે એ પ્રચાર કરવા ઇચ્છે છે કે બંગાળમાં હિંસા થઇ રહી છે હિંસાને અપનાવવી ખોટી વાત છે મેં ફોન પર મમતા બેનર્જીથી વાત કરી છે અને તમામ લોકોને કહ્યું છે કે તે હિંસાથી દુુર રહે મેં મમતા બેનર્જીને મધ્યપ્રદેશ આવવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું છે એ યાદ રહે કે બુધવારે મમતા બેનર્જીએ સતત ત્રીજીવાાર બંગાળના મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા છે આ વચ્ચે ભાજપ તરફથી બંગાળમાં જારી હિંસાને લઇ ટીએમસી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.