કેરલમાં ૮થી ૧૬ મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/lockdown-1.jpg)
Files Photo
નવીદિલ્હી: કોરોનાના વધતા મામલા પર અંકુશ લગાવવા માટે હવે કેરલમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કેરલમાં આઠ મે સવારે આઠ વાગ્યાથી ૧૬ મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે તેની માહિતી કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને આપી છે આ દરમિયાન ફકત અનિવાર્ય સેવાઓને જ છુટ મળશે.એ યાદ રહે કે કેરલમાં કોરોના હવે રેકોર્ડ બનાવી રહ્યો છે કેરલમાં કોવિડના ૪૧,૯૫૩ નવા મામલા આવ્યા છે જે એક દિવસમાં સૌથી વધુ છે.
મુખ્યમંત્રી પિનરઇ વિજયને સ્થિતિને ગંભીર ગણાવતા કહ્યું કે સંક્રમણને રોકવા માટે વધુ કડક પગલા ઉઠાવવામાં આવશે કેરલમાં કોવિડના મામલા સતત વધી રહ્યાં છે. ત્યારે રાજય સરકારે જમીની સ્થિતિનો સામનો કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓની તહેનાતી કરી કોરોના વાયરસ સંક્રમણની વિરૂધ્ધ ઉપાયોને મજબુત કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે વોર્ડ સ્તરની સમિતિઓને મજબુત કરવાનો નિર્દેશ આપવામાં આવી રહ્યો છે તથા વિસ્તારને મેડિકલ છાત્રોને ત્વરિત પ્રક્રિયા ટીમમાં સામેલ કરવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજયમાં કોવિડ ૧૯ દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે અને તેના કારણે ઓકસીજનની માંગ પણ વધી ગઇ છે. કેરલમાં બુધવારે ૪૧,૯૫૩ નવા મામલા સામે આવ્યા હતાં જે સૌથી વધુ રહ્યાં છે.