RLDના ચીફ ચૌધરી અજીત સિંહનું કોરોનાથી નિધન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/AjitSingh.jpg)
લખનૌ: રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ તથા દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીત સિંહનું આજે નિધન થઈ ગયું, તેઓ કોરોના વાયરસ સામે લડી રહ્યા હતા. ૮૬ વર્ષના અજીત સિંહની તબિયત મંગળવાર રાતથી ખૂબ જ નાજુક હતી અને ગુરુગ્રામની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મીડિયા અહેવાલ અનુસાર કોરોના વાયરસ સંક્રમણના કારણે તેમના ફેફસામાં વાયરસ ફેલાઈ ગયો હતો.
નોંધનીય છે કે અજીત સિંહ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના દીકરા હતા. તેઓ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા ગણાતા હતા અને બાગપતથી ૭ વાર સાંસદ તથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા હતા. તેમના નિધનના સમાચાર પ્રપાત થતાંની સાથે જ ઉત્તર પ્રદેશમાં શોકની લહેર છે તથા બાગપતમાં પણ શોકનો માહોલ છે. દેશના મોટા જાટ નેતા તરીકે અજીત સિંહની ગણતરી કરવામાં આવી હતી.
અજીત સિંહ ૨૨મી એપ્રિલના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ ફેફસામાં વાયરસ ખૂબ તેજીથી ફેલાતો રહ્યો. મંગળવારે તેમની તબિયત વધારે નાજુક થઈ. તે બાદ તેમને ગુરુગ્રામ લઈ જવામાં આવ્યા.અજતસિંહના નિધનથી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સહિતના નેતાઓએ ઉડા શોકની લાગણી વ્યકત કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ટ્વીટ કર્યું રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહના નિધનની માહિતીથી દુખી છું તેમણે કિસાનોના હિતમાં હંમેશા અવાજ ઉઠાવ્યો છે જનપ્રતિનિધિ અને મંત્રીના રૂપમાં તેમણે દેશની રાજનીતિ પર અલગ છાપ છોડી તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી શોક સંવેદનાઓ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કિસાન નેતા અજીત સિંહજીના નિધનથી ખુબ દુખ થયું છે તેમને વિનમ્ર શ્રધ્ધાંજલિ પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત આત્માને પોતાના પરમ ધામમાં સ્થાન અને શોકાકુલ પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે આમ શાંતિ