Western Times News

Gujarati News

પ્રવાસીઓ પરના પ્રતિબંધથી ઘણાં પરિવારો વિખૂટાં પડ્યા

Files Photo

વોશિંગ્ટન: બાઇડન વહીવટીતંત્ર દ્વારા ભારતથી આવતા પ્રવાસીઓ પરનો પ્રતિબંધ અમલમાં આવવાને કારણે ઘણાં પરિવારો વિખૂટા પડી ગયા છે. કેટલાક કિસ્સામાં પરિવારનો કમાતો મોભી ભારતમાં અટવાઇ પડતાં તેમના સાથી અને સંતાનો ફરી મળી શકે તેવી કોઇ શક્યતા રહી નથી. બીજી તરફ યુએસમાં ઘણી ભારતીય માતાઓ તેમના સંતાનોથી વિખૂટી પડી ગઇ છે. અમેરિકન કોન્શ્યુલેટસ પણ બંધ કરવામાં આવી હોવાથી ઘણાં લોકોએ તેઓ અચોક્કસ મુદત માટે ભારતમાં અટવાઇ પડયા હોવાની ફરિયાદ કરી હતી.

દરમ્યાન ભારતના યુએસ ખાતેના રાજદૂત તરણજિત સંધુએ ડો. એન્થોની ફોચી સાથે વરચ્યુઅલ બેઠક યોજીને ભારતમાં ચાલી રહેલી કોરોના કટોકટી વિશે ચર્ચા કરી હતી. ભારતને કોરોના મહામારી સામે લડવા માટે સહાય કરવા રચવામાં આવેલાં ૪૦ કંપનીઓના સીઇઓના ટાસ્ક ફોર્સે ભારતને ૧૦૦૦ વેન્ટિલેટર્સ, ૨૫,૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ તથા અન્ય રાહતસામગ્રી પુરી પાડવાની જાહેરાત કરી હતી. આ ગ્લોબલ ટાસ્ક ફોર્સની સ્ટયરિંગ કમિટિમાં એપલના ટીમ કૂક, એમેઝોનના એન્ડી જેસી, ફેડએક્સના રાજ સુબ્રણ્યમ અને આઇબીએમના અરવિંદ કૃષ્ણાનો સમાવેશ થાય છે.

ગરીબ દેશોને કોરોના મહામારી સામે લડવામાં સહાય કરવા માટે કોરોના રસી વિકસાવવા માટે જરૂરી ટેકનોલોજી જાણકારીનું રક્ષણ કરતાં બૌદ્ધિક સંપદા નિયમોેને હળવા કરવા માટે વર્લ્‌ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-ડબલ્યુટીઓ-ના રાજદૂતોએ આજે ફરી ચર્ચા શરૂ કરી હતી. બીજી તરફ યુકેમાં યોજાઇ રહેલી જી સેવન રાષ્ટ્રોની બેઠકમાં ભાગ લેવા જઇ રહેલાં ભારતના પ્રતિનિધિમંડળમાં બે સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાતાં વિદેશ પ્રધાન જયશંકરે તેમના કાર્યક્રમ વરચ્યુઅલ મોડમાં કરવા પડયા હતા.

દરમ્યાન ભારતમાં ગયા માર્ચ મહિનાથી અટવાઇ પડેલા ૭૩ વર્ષના ઓસ્ટ્રેલિયન ગેરી ન્યુમેને સિડનીની ફેડરલ કોર્ટમાં ભારતથી આવતી ફલાઇટ ર પ્રતિબંધ મુકવાના અને જે લોકો દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તેને દંડ અને જેલની સજા કરવાની ધમકી આપનાર સરકાર સામે દાવો નોંધાવી આ પગલાંને ગેરબંધારણીય ગણાવ્યું છે.

બુધવારે બપોરે સિડનીની અદાલતમાં કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે કોમનવેલ્થ તેની સત્તા બહાર જઇને પગલાં ભરી રહ્યું છે તથા આરોગ્ય પ્રધાને કરેલી જાહેરાત ઘરે પાછાં ફરવાની સ્વતંત્રતાનો ભંગ કરે છે. જાે કે, વડાપ્રધાન સ્કોટ મોરિસન ભારતમાંથી આવતી ફલાઇટોને અટકાવવાના તેમના ર્નિણયને મક્કમ રીતે વળગી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના ર્નિણયને કારણે ક્વોરન્ટાઇન સુવિધાઓમાં કેસોની સંખ્યા ઘટવા માંડી છે. ઓસ્ટ્રેલિયનોને ભારતમાં ત્યજી દેવા બદલ ઓસ્ટ્રેલિયન સરકારની ડોક્ટરો, બિઝનેસમેન્સ અને સિવિલ સોસાયટીઓએ આકરી ટીકા કરી છે.

દક્ષિણ ભારતીય વાનગીઓ માટે વિખ્યાત સિંગાપોરની ભારતીય રેસ્ટોરાં ધ બનાના લિફ એપોલો રેસ્ટોરાં ચેઇનને કોરોનાના નિયમોનો ભંગ કરી બર્થ ડે પાર્ટી યોજવા બદલ ૧૦,૦૦૦ ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. રેસ્ટોરાંમાં યોજાયેલી પાર્ટીમાં ૪૦ જણા સામેલ થયા હતા અને તેમને સેલ્ફ સર્વિસ બુફેની સુવિધા આપવામાં આવી હતી. ધ સિંગાપોર ટુરિઝમ બોર્ડે આ રેસ્ટોરાં ચેઇન સામે ૨૦ જાન્યુઆરીએ મેજિસ્ટ્રેટને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું તે તેઓએ મહામારી દરમ્યાન ઘણીવાર નિયમોનો ભંગ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.