ખંભાત તાલુકાના દહેડા ગામે ખેતરમાંથી ગાંજાના લીલા છોડના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
(તસ્વીર ઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક અજીત રાયાણ સાહેબનાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પો.સ.ઈ કે.જી. ચૌધરી તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન સાથેના હે.કો. હરદેવસિંહ જાેરૂભાઇ બ.નં .૧૪૩ ર નાઓને બાતમી હકીકત મળેલ કે આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના દહેડા ગામે મોટા ફળિયામાં હાલ ખારીયા સીમ વિસ્તારમાં રહેતા રમેશભાઇ રાહુભાઇ રાઠોડ નાઓએ પોતાના દહેડા ગામની ખારીયા સીમ વિસ્તારમાં આવેલ જુવારના વાવેતરવાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે
ગાંજાના છોડવાઓનું વાવેતર કરેલ છે અને આ રમેશભાઇ રાહુભાઇ રાઠોડ નાઓના હાલ પોતાના ખેતરમાં હાજર છે જેમણે શરીરે વાઇટ કલરનુ આખી બાય નુ શર્ટ તેમજ ગ્રે કલરનું પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના અધિકારી તથા માણસો તથા જરૂરી પંચો સાથે નાર્કોટીકસ લગત રેઇડ કરતા
તેઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગોજાના છોડવાનું વાવેતર કરેલ હોય જે માદક પદાર્થ ગજાના છોડ જેનું કુલ વજન ૮૨૯.૯૨૦ કિલોગ્રામ ગાંજાના લીલા છોડ ( માદક પદાર્થ , કિમત રૂ .૮૨,૯૯,૨૦૦ / – નો તપાસ અર્થે કબજે કરી ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
કામગીરી કરનાર ટીમ ઃ જી.એન.પરમાર પો.ઈન્સ , તથા પો.સ.ઈ કે.જી.ચૌધરી તથા રઈજીભાઇ , આરીફભાઇ , નરસિંહભાઇ , હાર્દીકકુમાર , હરદેવસિંહ , મયંકકુમાર , કિરણસિંહ , ભાવિકકુમાર , અનિરૂધ્ધસિંહ , કિરિટસિંહ , ભરતભાઇ , જલાભાઇ , ભાર્ગવસિંહ તથા ડ્રા.પો.કો. જશવંતભાઇ.*