Western Times News

Gujarati News

ઉમિયા ધામની યુએસની ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેેટર્સ મોકલશે

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતમાં ઓક્સિજનની અછતની સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનમાં ઓક્સિજનની જરૂરીયાત પૂરી કરવા આગળ આવ્યા છે. આ અભિયાન હેઠળ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુએસએના ટ્રસ્ટીઓ અને દાતાઓ ગુજરાતમાં ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા ૧૦૦૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલી રહ્યા છે.

જેના ભાગરૂપે અમેરીકાથી પ્રથમ ૧૦૦ ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથેનંંુ એરકાર્ગો પાર્સલ બુધવારે રવાના થયુ છે. જે ગુરૂવારે મોડીરાત સુધીમાં અમદાવાદ પહોેચે એવી શક્યતાઓ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુએસએની ટીમે ૯ કરોડથી વધુના ખર્ચે હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી છે.

અમદાવાદ પહોંચ્યા બાદ ૧૦૦ કોન્સ્ટ્રેટરનો પ્રથમ જથ્થો જાસુપરમાં વિશ્વ ઉમિયા ધામ મંદિર ખાતે લવાશે અને ત્યાં પૂજન અર્ચન કર્યા બાદઅમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે.

વેન્ટીલેટર, બાયપેપ મશીન પણ મોકલાશે
દર અઠવાડીયે અમેરીકાથી આવનારા ૧૦૦ ઓક્સિજન કોન્સ્ટ્રેેટર તબક્કાવાર રાજ્યની વિવિધ શહેરોની સંસ્થાઓ તમજ સમાજના જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવશે. આ સાથે પાંચ વેન્ટીલેટર, ૧પ બાયપેપ અને અન્ય મેડીકલ ઈન્સ્ટ્રુમેન્ટસ પણ અમેરીકા થી અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.