Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરને હિલ યુટી કેટેગરી આપવાની યોજના

નવીદિલ્હી : કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને વધુને વધુ લાભ મળી શકે તે માટે નવી કેટેગરી માટે સક્રિયરીતે વિચારણા કરી રહી છે. જમ્મુ કાશ્મીર માટે હિલ યુટી કેટેગરી પર વિચારણા ચાલી રહી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય નવા રચવામાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર માટે સ્કીમોમાં કેન્દ્રની હિસ્સેદારીને વધારવાનો રહેલો છે. આના કારણે જમ્મુ કાશ્મીરની પ્રગતિ વધુ ઝડપથી થઇ શકશે.

સાથે સાથે મહત્વની સ્કીમોના લાભ પણ રાજ્યના લોકો મેળવી શકશે. હજુ સુધી આ પહાડી રાજ્યો જમ્મુ કાશ્મીરને ૯૦-૧૦ના રેસિયોમાં કેન્દ્રીય ફંડની રકમ મળી છે. કેન્દ્ર સરકાર પાસેથી ૯૦ ટકા અને રાજ્ય સરકાર પાસેથી ૧૦ ટકાની સ્કીમમાં આ સ્થિતિ  રહેલી છે પરંતુ વર્તમાન નિયમો મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશને ૬૦-૪૦ના રેસિયોમાં આ સ્કીમ હેઠળ લાભ મળી રહ્યા છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ કેન્દ્રીય ફંડ પૈકી મહત્વપૂર્ણ રકમ મેળવે છે. બીજી બાજુ લડાખના કેસમાં કેટલીક બાબતો બિલકુલ સ્પષ્ટ રહેલી છે. જમ્મુ કાશ્મીરના નવા હિસ્સાને કઇરીતે નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેને લઇને દુવિધા રહેલી છે. સરકાર હવે ગંભીરતાપૂર્વક જમ્મુ કાશ્મીર માટે હિલ યુટીની કેટેગરી ઉપર વિચારણા કરી રહ્યું છે.

ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. કેન્દ્રીય સ્કીમો પૈકી ૧૦૦ ટકા ફંડ મળે અથવા તો મોટાભાગે રકમ મળે તેનો હેતુ રાખવામાં આવ્યો છે. ૯૦-૧૦ના રેસિયોમાં રકમ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના પ્રયાસો વિકાસની યોજનાઓને જમ્મુ કાશ્મીરમાં ઝડપથી આગળ વધારવાનો રહેલો છે.

કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરને અસરકારકરીતે અન્ય રાજ્યોની સાથે આગળ લઇ જવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્વની કેન્દ્રીય યોજનાઓ જેમ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત અને કિસાન નિધિને આ બંને નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવરી લેવાની તૈયારી છે.

જમ્મુ કાશ્મીરે માર્ચ ૨૦૧૯ સુધી પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટાર્ગેટને હાંસલ કરવામાં સફળતા મેળવી ન હતી પરંતુ હવે ઝડપથી ટાર્ગેટ પુર્ણ કરવામાં આવનાર છે. ઉજ્જવલા પહેલ હેઠળ ૧.૨ મિલિયન કનેક્શન જમ્મુ કાશ્મીરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જ્યારે ૯૦૦૦૦૦ જમ્મુ કાશ્મીરના ખેડૂતોને પીએમ કિસાન નિધિ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ૧૩૦૦૦૦૦ લોકોને આયુષ્યમાન ભારત ઇ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.