હોમફર્સ્ટ ફાઇનાન્સનો 100 કરોડ રૂપિયાનો સૌથી ઊંચો PAT રેકોર્ડ
અમદાવાદ :હોમ ફર્સ્ટ ફાયનાન્સના એમડી અને સીઇઓ, શ્રી મનોજ વિશ્વનાથને પ્રદર્શન પર ટિપ્પણી કરતા જણાવ્યું કે,”Q4અને FY21 (નાણાકીય વર્ષ 2021) માટેના અમારા પરિણામો અમારા પૂર્વાનુમાન કરતા પણ વધી ગયા છે. આ વર્ષે, અમે કંપનીના ઇતિહાસમાં 100 કરોડ રૂપિયાનો સૌથી ઊંચો PAT રેકોર્ડ કર્યો છે, જે કોવિડ મહામારીના પડકારો દરમિયાન પણ FY20કરતા 25.9%વધુની વૃદ્ધિ દર્શાવે છે.
અમે Q4 FY21 માં 452 કરોડ રૂપિયાના રેકોર્ડ ત્રિમાસિક વિતરણ પણ નોંધ્યા છે. વધુમાં આ એ હકીકત દ્વારા પણ વિસ્તારી શકાય કે આ વૃદ્ધિ અમારા તમામ બજારોને આધારિત વ્યાપક છે. દક્ષિણના બજારો હવે અમારા વિતરણમાં 30% થી વધુનું યોગદાન આપે છે.
અમારો એકત્રીકરણ કાર્યક્ષમતા ગુણોત્તર માર્ચ 21 માં 98.5% થી વધુ સુધી સુધર્યો છે. બાઉન્સ રેટ અને 1 ડીપીડી જેવા એસેટ ગુણવત્તાના અમારા તમામ અગ્રણી સૂચકાંકોએ અગાઉના ક્વાર્ટરમાં સુધારો દર્શાવ્યો છે. બાઉન્સ રેટમાં Q3 FY21 માં 20.1% થી લઈને Q4 FY21 માં 17.3% થઈને સુધારો થયો છે અને 1 ડીપીડી એ જ સમયગાળામાં 7.5% થી સુધારીને 6.2% થયો છે.
અમારો ગ્રોસ સ્ટેજ 3 એ આ પડકારરૂપ સમયમાં પણ 1.8% છે. એ ધ્યાનમાં રાખીને કે તાજેતરમાં SARFAESI પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે, અમને પૂરો વિશ્વાસ છે કે આગામી મહિનાઓમાં અમારા સ્ટેજ 3 એકાઉન્ટ્સનું સમાધાન આવી જશે. અમે એસેટ ગુણવત્તા અને નફાકારકતા પર સતત ધ્યાનથી વ્યવસાયિક વૃદ્ધિ માટે એક સંતુલિત અભિગમ અપનાવતા રહીએ છીએ.
Q4 દરમિયાન, અમે 116 કરોડ રૂપિયા (FY21 માટે 300 કરોડ રૂપિયા) નું ડાયરેક્ટ એસાઇન્મેન્ટ (DA) ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું છે. ભૂતકાળની જેમ જ, કંપની આ વ્યવહારોનું અન્વેષણ કરવાનું ચાલુ રાખે છે જેનાથી મૂડી વપરાશને ઈષ્ટતમ કરવામાં, ઉધાર રોકાણ રકમને ન્યુનતમ કરવામાં અને ભંડોળ ખર્ચમાં સુધારો કરવાની સાથે જ કંપનીની હાલની તરલતા સ્થિતિ (લીકવીડિટી પોઝિશન) ને સંતુલિત કરવામાં મદદ મળશે.
હાઉસિંગ ફાઇનાન્સ સ્પેસમાં એક અગ્રણી ટેક પ્લેયર તરીકે, અમે અમારા મજબૂત ટેક્નોલોજી-સંચાલિત ઓપરેટિંગ મોડેલમાં સંકલિત ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન અને લોન મેનેજમેન્ટ સિસ્ટમના ઉપયોગ વડે ઉદ્યોગમાં સૌથી અગ્રેસર કાર્યપૂર્તિ સમય સાથે ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા માટે રોકાણ કરતા રહીએ છીએ!
FY21 માં અમે મહામારીમાંથી પસાર થઈને પણ કેટલાક નોંધપાત્ર સીમાચિહ્નો સર કર્યા. જ્યારે ભારતમાં કોવિડ 2.0 ના પ્રકોપનો સામનો કરવાની લડાઈ ચાલુ છે ત્યારે; અમે દરેક પગલે આપણા સમાજને ટેકો આપવા માટે, અનિવાર્ય પુનઃસ્થાપનામાં સહભાગી થવા અને સુવિધા આપવા માટે સ્થિતિસ્થાપક, તૈયારીપૂર્ણ અને પ્રતિબદ્ધ છીએ.”