હાથી મસાલાએ શુદ્ધ હળદર પાવડરના પાઉચ પેકિંગ બજારમાં મૂક્યાં
હાથી મસાલાનું ‘સદા સ્વસ્થ રહો’ અભિયાન!
અમદાવાદ: કોરોના કાળમાં હળદરનું મહત્વ ખુબ વધી ગયું છે. હળદર રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. હળદર પાવડરના ઉત્પાદનમાં હાથી મસાલાનું સ્થાન અનન્ય છે ત્યારે તેઓએ હાલ કોરોનાની મહામારીના સમયમાં શુદ્ધ હળદરની ઉપયોગિતા, લાભ, અને માંગને ધ્યાનમાં રાખી શુદ્ધ હળદર વધુમાં વધુ લોકો સુધી સહજ માર્ગે પહોંચે તે માટે તદ્દન નવાં જ પાઉચ પેકિંગ લોન્ચ કર્યા છે કે જેની કિંમત માત્રને માત્ર ૫ રૂપિયા(૧૫ ગ્રામ) અને ૧૦ રૂપિયાની(૩૦ ગ્રામ) રાખી છે.
આજથી ૩૫ વર્ષ પહેલાં પેક્ડ હળદર પાવડરનું વેચાણ હાથી મસાલાએ જ સૌપ્રથમ શરૂ કર્યું હતું. હાથી મસાલા પહેલાં અન્ય કોઈ કંપની પેકિંગ કરેલ હળદર પાવડર વેચતી નહોતી.
છેલ્લાં ૬૯ વર્ષથી હાથી મસાલા હળદર પાવડરનું વેચાણ કરે છે. હાથી મસાલા દ્વારા પ્રતિ વર્ષ ૧૦,૦૦,૦૦૦ કિલો હળદર પાવડરનું ઉત્પાદન થાય છે અને હાથી મસાલા પાસે હળદર પાવડરમાં ૧૫ ગ્રામથી લઈને ૨૦ કિલો સુધીનાં પેકિંગ ઉપલબ્ધ છે.
હાથી મસાલા દાયકાઓનો અનુભવ, ગહન રિસર્ચ, તથા અત્યાધુનિક ટેક્નોલૉજીને સાથે રાખી સર્વોત્તમ હળદર પાવડરનું ઉત્પાદન કરે છે. માત્રને માત્ર હળદર પાવડરને સમર્પિત ઇન-હાઉસ ૨૦૦૦ મેટ્રિક ટનની કોલ્ડ સ્ટોરેજ ફેસેલિટી વસાવનાર ભારતની પ્રથમ કંપની હાથી મસાલા છે.
સાથે જ, તેઓને પાસે અત્યાધુનિક ઇન-હાઉસ લેબોરેટરી છે કે જેમાં વિશ્વસ્તરીય મશીનરી હળદરની ગુણવત્તા અને સુસંગતતા તપાસે છે. ઉપરાંત હળદર પાવડરને સંપૂર્ણપણે સમર્પિત કાર્યપ્રણાલીની રીત અને યુનિટ પણ છે. હાથી મસાલા પાસે હળદર પાવડર ઉત્પાદનને લાગતાં બધાં જ મશીન અદ્યતન અને સ્વયંસંચાલિત છે અને તેઓ માત્ર શ્રેષ્ઠ હળદર જ ખરીદે છે અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન પણ કરે છે.
હાથી મસાલાની હળદર ભારતના ત્રણ રાજ્યોમાંથી આવે છે અને કંપની હળદરનો સ્વાદ અને પર્જન્સીને ધ્યાનમાં રાખી તેને મંગાવે છે. અહીં હળદરના કર્ક્યુમિનની તપાસ એનઆઈઆર મશીનથી તરત જ થાય છે. હાથી મસાલા ચાર વિવિધ પ્રકારના હળદર પાવડરનું ઉત્પાદન કરે છે –
(૧) સેલમ: કર્ક્યુમિન માત્રા: 3.5%થી વધુ (૨) રાજાપુરી: કર્ક્યુમિન માત્રા: 3-3.5% વચ્ચે (૩) સુપર: કર્ક્યુમિન માત્રા: 2.5-3 % વચ્ચે અને (૪) ડીલક્સ: કર્ક્યુમિન માત્રા: 2-2.5% વચ્ચે. ટુંકમાં હાથી મસાલા ઉચ્ચ ગુણવત્તાની કાચી સામગ્રી, પ્રક્રિયા, અને વાતાવરણ પર ધ્યાન આપી હળદર પાવડરનું ઉત્પાદન કરે છે કે જેને કારણે સમાજ સદા સ્વસ્થ રહે.