Western Times News

Gujarati News

કોરોનાથી સાજા થયેલ અનેક દર્દી મ્યુકર માઇકોસીસની ઝપેટમાં

Files Photo

સુરત: સુરતમાં માંડ માંડ કોરોનાથી મહદ અંશે રાહત અનુભવી રહેલા લોકોમાં ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે સુરત સહિત રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ બીમારીએ માથું ઊંચક્યું છે.મ્યુકરમાઇકોસીસ નામની બીમારી એક પ્રકારનું ફંગલ છે.જે ખૂબ જ ઝડપથી પ્રસરી છે.ખાસ કરીને કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને વધુ જાેખમ આ બીમારીથી રહેલું છે. જેથી સમયસર તબીબી સારવાર મળી રહે તો આ બીમારીથી બચી શકાય છે. સુરતમાં મળતી માહિતી પ્રમાણે અંદાજીત બસો જેટલા કેસો હાલ સામે આવ્યા છે.

જ્યારે કતારગામની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગ બનેલાં ચાલીસથી વધુ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે.જ્યારે ૬૦ જેટલા દર્દીઓ વેઇટિંગમાં હોવાનું જાણવા મળે છે. સુરતમાં હાલ કોરોનામાંથી લોકોને આંશિક રાહત મળી છે.સુરતમાં મૃતયાંક પણ ઘટ્યો છે.

જેના પગલે તંત્ર અને લોકોએ પણ રાહત અનુભવી છે.જાે કે આ વચ્ચે મ્યુકરમાઇકોસીસ બીમારીએ માથું ઊંચક્યું છે. જે બીમારી કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓ માટે જાેખમરૂપ સાબિત થઈ શકે છે.શહેરના તબીબો સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હમણાં સુધી ૨૦૦ જેટલા કેસ હાલ આવી ચુક્યા છે. જે કેસોમાં વધારો થવાની સંભાવના છે.સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ બીમારીનો ભોગહાલ ચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જે પૈકી ચાર દર્દીઓના ઓપરેશન કરાવવાની ફરજ પડી છે.કાન,નાક,મોઢામાં દુખાવો સહિત આંખમાંથી લોહી નીકળવું ઉપરાંત નાક બંધ થઈ જવું જેવા લક્ષણો મ્યુકરમાઇકોસીસ બીમારીમાં રહેલા છે.સમયસર આ બીમારીમાં સારવાર નહિ કરાવવામાં આવે તો પ્રાણઘાતક સાબિત થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.