પત્રકારોને કોરોના સામે રક્ષણ મળે તે માટે ભરૂચના માનવ સેવા યજ્ઞ દ્વારા વિના મૂલ્યે મિથેલીન બ્લ્યુનું કરાયું વિતરણ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: હાલ કોરોનાનાં વધતા જતા સંક્રમણમાં મિથેલીન બ્લ્યુ એક અકસીર દવા તરીકે આશાનું કિરણ બની છે. ભરૂચમાં માનવ સેવા યજ્ઞ ઘ્વારા પત્રકારોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વિના મૂલ્યે મિથેલીન બલ્યુ નું વિતરણ કરાયું હતું.
કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા વ્યક્તિને તેના મોંઘાદાટ સારવારનો ખર્ચ પરવડે તેમ નથી. અનેક લોકો સારવારના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાય છે. તો કેટલાક આર્થિક મહામારીનો ભોગ બને છે. આવા કપરા સમયમાં કોરોનાની સારવાર અને કોરોનાની અસર ન થાય તે માટે મિથેલીન બ્લ્યુ એક અસરકારક દવા તરીકે ઉભરી રહી છે.
ભરૂચમાં માનવ સેવા યજ્ઞ ના માધ્યમથી બી.કે.પટેલ, અભિષેકસિંહ ગોહિલ અને પ્રયાગસિંહ રાજ ત્રણ મિત્રોએ સેવા યજ્ઞની શરૂઆત કરી આમ જનતામાં વિના મૂલ્યે મિથેલીન બ્લ્યુ વિતરણ કરવાની શરૂઆત કરી છે. જેના સારા પરિણામો બહાર આવી રહ્યા છે.
પત્રકારો કોરોના મહામારી વચ્ચે પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જીવના જોખમે સમાજને રોજે રોજની સ્થિતિથી અવગત કરાવતા પત્રકારોને કોરોના સામે રક્ષણ મળે તે માટે માનવ સેવા યજ્ઞ ઘ્વારા શક્તિનાથ ખાતે વિના મૂલ્યે મિથેલીન બ્લ્યુનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર, પૂર્વ પ્રમુખ નિલેશ ટેલર અને વરિષ્ઠ પત્રકાર અનિલ અગ્નિહોત્રી સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
અમારો પ્રયાસ છે ભરૂચ જિલ્લામાં કોરોનાની ચેઈન તૂટે : બી.કે.પટેલ ભરૂચ જિલ્લામાં કોરોના વિસ્ફોટક બન્યો છે.મૃત્યુ દરમાં પણ વધારો થયો છે. હોસ્પિટલોમાં બેડ નથી મળતા, દવાઓ, ઇન્જેકશનો અને ઓક્સિજનનો અભાવ છે. તેવા સમયે મિથેલીન બ્લ્યુ ભરૂચ જિલ્લાના લોકો સુધી પહોંચાડી કોરોનાની ચેઇનને તોડવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે. અત્યાર સુધીમાં 50 એમ.એલ.ની 50 હજારથી વધુ મિથેલીન બ્લ્યુની બોટલો લોકો સુધી પહોંચાડી છે. જેના ઘણા સારા પરિણામો મળતા લોકોના સારા પ્રતિભાવો પણ મળી રહ્યા છે.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ તેના સૈનિકોના સ્વાસ્થ્ય માટે મિથેલીન બ્લ્યુનો ઉપયોગ કર્યો હતો : પ્રયાગસિંહ રાજ માનવ સેવા યજ્ઞના પ્રયાગસિંહ રાજે કહ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન જર્મનીએ તેમના સૈનિકોની તંદુરસ્તી અને ઉત્સાહ જળવાઈ રહે તે માટે મિથેલીન બ્લ્યુનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં ભાવનગરના તબીબ ડૉ. ગોલવલકર છેલ્લા કેટલાક વર્ષોથી ટીબીના દર્દીઓની સારવાર માટે મિથેલીન બ્લ્યુનો ઉપયોગ કરતા હતા.
તેમણે કોરોનાનાં દર્દીઓની સારવાર માટે પણ મિથેલીન બ્લ્યુનો ઉપયોગ કરતા તેના ચમત્કારિક પરિણામો મળ્યા હતા. જેને લઈ સમગ્ર ગુજરાતમાં તેમણે કોરોનાની સારવાર માટે મિથેલીન બ્લ્યુનો પ્રચાર પ્રસાર અને વિતરણ માટે પ્રયાસો કર્યા છે. જેના ભાગ રૂપે ભરૂચમાં માનવ સેવા યજ્ઞના માધ્યમથી લોકોને વિના મૂલ્યે મિથેલીન બ્લ્યુ પહોંચાડી રહ્યા છે.
મિથેલીન બ્લ્યુના બે થી ત્રણ ટીપાં સવારે નરણાં કોઠે જીભની નીચે મુકવાના છે. થોડી વાર પછી તેને ગળી જવાના છે. મિથેલીન બ્લ્યુ કોરોનાનાં વાયરસને ગળા નીચે જતા અટકાવે છે. જેનાથી કોરોનાનું સંક્રમણ અટકે છે. જો સંક્રમણ થયેલું હોય તો ફેફસામાં રહેલા કોરોના વાયરસને નુકશાન કરતા અટકાવે છે. જેનાથી ફેફસાની કાર્યક્ષમતા વધે છે અથવા ઓછી થતી નથી. જેના કારણે કોરોના દર્દી ઝડપથી સાજા થાય છે તેમ અભિલેશસિંહ ગોહિલે જણાવ્યું હતું.