લોકોને બચાવવા પર ધ્યાન આપો, તમારા આંધળા અહંકાર પર નહીઃ રાહુલ ગાંધી
નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, આ સમયે લોકોને બચાવવા પર ધ્યાન આપવાની જરૂર છે, તમારા ઘમંડ પર નહીં. તેમણે શુક્રવારે ટિ્વટ કર્યું હતું કે, ‘સેન્ટ્રલ વિસ્તા એક ક્રિમિનલ વેસ્ટેજ છે.’ નવું ઘર મેળવવા માટે તમારા અંધ અહંકાર પર નહીં પણ લોકોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
ગુરુવારે સવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ચૂંટણી પૂર્ણ થઈ, લૂંટ ફરી શરૂ થઈ!’ વળી કોંગ્રેસનાં નેતાએ બુધવારે કેન્દ્ર સરકારની કોરોના, રોજગાર અને રસીને લઇને પણ ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ‘કોઈ રસી નથી, રોજગાર નથી, લોકોને કોરોનાનાં આક્રમણનો સામનો કરી રહી છે, મોદી સરકાર બિલકૂલ ફેઇલ!’ કેન્દ્ર પર હુમલો કરતી વખતે રાહુલે આ ટ્વીટ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) નો રિપોર્ટ રજૂ કરતી વખતે કર્યું હતું. સીએમઆઈઇ અનુસાર, બેરોજગારીનો દર એપ્રિલમાં ૮ ટકાની આસપાસ પહોંચ્યો હતો, કોરોના રોગચાળાની બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા કડક પ્રતિબંધોની અસર, એપ્રિલમાં ૭૫ લાખ લોકોએ રોજગાર ગુમાવ્યા.
આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર રસીકરણ, ઓક્સિજનનો અભાવ અને લોકોની આર્થિક સ્થિતિ કથળતી હોવા પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ નેતાએ માંગ કરી કે, સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કેન્દ્ર સરકારે રસીકરણ, ઓક્સિજનની અછત અને આર્થિક સહાય આપવી જાેઈએ.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘સેન્ટ્રલ વિસ્તા માટે ૧૩૪૫૦ કરોડ રૂપિયા. અથવા ૪૫ કરોડ ભારતીઓનું સંપૂર્ણ રસીકરણ. અથવા દ્ગરૂછરૂ હેઠળ ૧૦ મિલિયન ઓક્સિજન સિલિન્ડર અથવા ૨૦ મિલિયન પરિવારોને ૬૦૦૦ હજાર રૂપિયા. પરંતુ વડા પ્રધાનનો અહંકાર લોકોનાં જીવન કરતા વધારે છે.