સેવાલીયા દેવઘોડા મંદિર ખાતે મફત કાનૂની સહાય માટેના સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લા નડિયાદ કાનૂની સેવા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એલ.એસ.પીરઝાદાની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી રાહુલ ત્રિવેદી તથા સેવાલિયા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ એફ.એફ બરડોલીવાળા તેમજ દેવઘોડા મહાદેવ મંદિર ના મહારાજ શ્રી શકરગિરી તથા ટ્રસ્ટી મંડળના સહયોગ થી દેવઘોડા મંદિર ખાતે મફત કાનૂની સહાય માટેનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં મફત કાનૂની સેવા મેળવવા માટે કોણ કોણ હક્કદાર છે ? તેની માહિતી આપવામાં આવી હતી.
જેમાં મુખ્ય (૧) અનુસુચીત જાતિ અથવા અનુસુચીત આદિજાતિના સભ્ય હોય, (૨) સંવિધાનની કલમ ૨૩ માં ઉલ્લેખખ્યા મુજબ માનવોના ગેરકાયદે વેપારનો ભોગ બનેલા હોય અથવા ભિખારી હોય, (૩) સ્ત્રી અથવા બાળક હોય , (૪) માનસીક રીતે બીમાર અથવા અસમર્થ વ્યક્તિ હોય, (૫) સામુહિક વિનાશ જાતીય હિંસા, જાતિ અત્યાચાર, પુર , દુષ્કાળ, ભૂકંપ, અથવા ઔધોગિક સંકટનો ભોગ બની હોય તેવા અનિચ્છનીય સંજોગો હેઠળ ની વ્યક્તિ હોય, (૬) ઔધોગિક કામદાર હોય (૭) અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૨ ના (લ) ના અર્થ મુજબ સંરક્ષણ ગૃહો માની કસ્ટડી સહિત , કસ્ટડીમાં હોય, અથવા કિશોર ન્યાય અધિનિયમ ૧૯૮૬ ની કલમ ૨ ના ખડ (જ) ના અર્થ મુજબ માનસિક રોગ ના નસિંગ હોમમાં હોય, (૮) ઉચ્ચતમ ન્યાયાલય સિવાય ના બીજા ન્યાયાલય સમક્ષ કેસ હોય તો, રૂપિયા નવ હજાર ની ઓછી અથવા રાજ્ય સરકાર ઠરાવે તેવી બીજી ઓછી અથવા કેન્દ્ર સરકાર ઠરાવે તેવી બીજી વધુ રકમ ની વાર્ષિક આવક મેળવતો હોયતેવી વ્યક્તિ આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ કે જેની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા કરતા ઓછી હોય તેવી વ્યક્તિ મફત કાનૂની સહાય મેળવવા હક્કદાર ગણાશે. આ સહાય મેળવવા આપની જિલ્લા કોર્ટ અથવા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાની માહિતી આપવામાં આવી હતી. જેમાં ગળતેશ્વર બાર એસોસિએશનના હોદ્દેદારો સેલેશ ભાઈ આર ક્રિસચન, (પ્રમુખ) નરેન્દ્ર પી. પટેલ (ઉપપ્રમુખ), મુસ્તાક અલી કે સૈયદ, (સેક્રેટરી), દિપક એ. મકવાણા, (જોઈન્ટ સેક્રેટરી), પ્રગનેશ વી. પટેલ (ખજાનચી), શાહનવાઝ સૈયદ (લાઈબ્રેરી સેક્રેટરી) તથા બીજા અન્ય તસ્લિમભાઈ મલેક, વિજય ભાઈ પરમાર, કુલદીપ સિંહ રાઉલજી, અનિલ પરમાર, તેમજ ગળતેશ્વર કાનૂની સેવા મંડળનો સ્ટાફ સહિતના બીજા વકીલ મિત્રો હાજર રહ્યા હતા.*