ગુજરાતભરમાં પ૦ ના સ્ટેમ્પ પેપરની અછતથી વિલ બનાવવામાં તકલીફ
(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં રૂા.પ૦ના મૂલ્યના સ્ટેમ્પ છેલ્લા ઘણા મહિનાઓથી મળતા જ નથી. પરિણામે વિલ બનાવવાની, એફિડેવિટ ફાઈલ કરવાની કામગીરી ખોરવાઈ ગઈ છે. આ સ્ટેમ્પ ટ્રેઝરી ખાતેથી મળવા લાગે એવી વ્યવસ્થા કરી આપવાની માંગણી ગુજરાતના નોટરીઓના એસોસીએશને કરી છે.
લોકોને વિલ બનાવવા, ડેકલેરેશન આપવા અને પેઢીનામા સહિતના કામકાજ માટે એફિડેવિટ આપવા માટે રૂા.પ૦ના સ્ેટેમ્પ પેેપરની જરૂર પડતી હોવાની નોટરી એસોસીએશન અફ ગુજરાતના પ્રમુખ ધીરેશ શાહનું કહેવુૃં છે. સ્ટેમ્પ ન મળતા હોવાથી લોકોના કામ થતાં નથી. મહસુલ મંત્રીને ઈ-ેમેઈલ અને વૉટસઍપના માધ્યમથી આ ફરીયાદ મોકલવામાં આવી છે.
જાણકાર સુત્રોનાું કહેવુ છે કે ફ્રેન્કીંગ કરી આપતી બેંકોને પણ રૂા.પ૦ના સ્ટેમ્પનું ફ્રન્કીંગ કરી આપવામાં બહુ રસ નથી. આ કામગીરી કરવા માટે બેંકો કલાકો રાહ જાેવડાવે છે. ઈ-સ્ટેમ્પ કાઢી આપનારાઓને ે રૂા.૧૦૦૦ના મૂલ્યના સ્ટેમ્પ પર ૧પ પૈસા કમિશન મળતુ હોવાથી તેમને પણ રૂા.પ૦ના સ્ટેમ્પ કાઢી આપવામાં કોઈ રસ નથી.