દેશી દારૂના વેચાણ સામે સરખેજ પોલીસની લાલ આંખ
દેશી દારૂનો મોટાભાગનો ધંધો મહીલાઓના હાથમાં-છ મહીનામાં હજારો લીટર દારૂનો નાશ કર્યોઃ મોટાભાગની મહીલા બુટલેગરો
સરખેજમાં હાલમાં દેશી દારૂનો ધંધો કરતા રર થી રપ જેટલા બુટલેગરો સક્રીય છે જેમાં મોટાભાગની મહીલાઓ સામેલ છે તેમાં પણ મોટાભાગની મહીલાઓ વિધવા હોવાનું બહાર આવ્યંુ છે સુત્રોનું માનીએ તો સરખેજમાં સક્રીય બુટલેગરો પેઢીઓથી આ જ ધંધો કરી રહયા છે.
હાલની તારીખમાં કેટલાંક બુટલેગરો તેમના બાળકોને ભણાવે તો છે પરંતુ આ કામમાં પણ ઉપયોગમાં લે છે આ મહીલાઓ પોલીસની કાર્યવાહીમાંથી મુક્ત થયા બાદ ફરીથી આ જ ધંધામાં સક્રીય થઈ જાય છે જાેકે પોલીસ પણ બુટલેગરોનું તંત્ર તોડવા પ્રતિબદ્ધ છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં દેશી- વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો સક્રીય છે ખાસ કરીને દેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો આખા શહેરમાં પથરાયેલા છે મોટેભાગે ગરીબ અને મજુર વર્ગ આ બદીનો ભોગ બની રહયા છે અને વર્ષો અગાઉ શહેરમાં દેશી દારૂને પરીણામે લઠ્ઠાકાંડ પણ સર્જાઈ ચુકયો છે
ત્યારે આ દુષણને દુર કરવા માટે સરખેજ પોલીસે કમર કસી છે અને છેલ્લાં સાતેક મહીનામાં આશરે બે હજાર લીટર દેશી દારૂનો નાશ કર્યો છે ઉપરાંત કેટલીય દારૂ ગાળવાની ભઠ્ઠીઓ તથા વોશનો પણ નાશ કર્યો છે.
પશ્ચીમ અમદાવાદમાં સૌથી ગરીબ વિસ્તાર ગણાતાં સરખેજ વિસ્તારમાં કેટલાય બુટલેગરો સક્રીય છે અને ભઠ્ઠી બનાવી દેશી દારૂ વેચતા કેટલાંય નાગરીકોના ઘર બર્બાદ થઈ રહયા છે ત્યારે સરખેજ પોલીસે હવે દેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરો સામે લાલ આંખ કરી છે
અને તેમની સામે સતત કાર્યવાહી કરીને છેલ્લા સાતેક મહીનામાં કુલ રપ૬ જેટલા કેસ કર્યા છે અને જેમાંથી ૧૦ર કેસ ગત વર્ષે બાકીના ચાલુ વર્ષે કરવામાં આવ્યા છે તમામ કેસોમાં આશરે બે હજાર લિટર જેટલો દેશી દારૂનો જથ્થો, હજારો લીટર વોશ ઝડપીને તેનો નાશ કર્યો છે
ઉપરાંત અસંખ્ય દારૂની ભઠ્ઠીઓ પણ તોડી નાંખીને સામાન જપ્ત કર્યો છે આવી કાર્યવાહી દરમિયાન દારૂ હેરાફેરીમાં વપરાંતા વાહનો ઉપરાંત અન્ય સામાન મળીને આશરે એક લાખ એંશી હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ પકડવામાં આવ્યો છે.
આ તમામ કેસો દરમિયાન રપર જેટલી સ્ત્રી આરોપીઓ તથા ૧રપ જેટલા પુરૂષ આરોપીઓ હતા. સરખેજ પોલીસની આવી કડક કાર્યવાહીને પગલે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે.