ઈ-ઈનવોઈસને ઈ-વે બિલ સાથે જાેડી ગેરરીતિ અટકાવવા પ્રયાસ
(એજન્સી) અમદાવાદ, પ૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીઓએે ફરજીયાત ઈ-ઈનવોઈસનો નિયમ લાગુ કર્યા બાદ હવે તમામ ઈ-ઈનવોઈસને ઈ-વે બિલ સાથે જાેડીને ગેરરીતિ અટકાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.
જીએસટી લાગુ થયા બાદ બોગસ બિલીંગ ઈ-વે બિલ વિના માલની હેરફેરજેવી ગેરરીતિ આચરીને સરકારને ચુનો ચોપડવામાં આવતો હોય છે. જેથી આવી ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે.
એ અંતર્ગત પ૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએે ફરજીયાત ઈ-ઈનવોઈસ બનાવવાનો નિયમ લાગુ કરવાની સાથે સાથે ઈ-ઇન્વોઈસને ઈ-વે બિલ સાથે પણ જાેડી દેવામાં આવ્યા છે. તેના કારણે વેપારી દ્વારા માલનું વેચાણ કરીનેે ઈ-ઈન્વોઈસ બનાવે એની સાથે ઈ-વે બિલ બનાવવામાં આવ્યુ છે કે નહીં એની પણ જાણકારી વિભાગને સરળતાથી મળી રહે એ માટેના પ્રયાસ થયા છે.
આ કારણોસર જીએસટીના અધિકારીઓ ચેકીંગમાં હોય ત્યારે કઈ ગાડી ઈ-વ બિલ વિનાની છે એની જાણકારી મળી રહે. તેમજ સરકારી આવકને અટકાવવાના પ્રયાસને પણ ઝડપથી પકડી શકાય તે માટે આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીએસટી લાગુ થયા બાદ અનેક વખત સુધારા અને વધારા કરવામાં આવી રહ્યા છે. તેના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.