સત કેવલ મંદિર સંકુલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત
આરોગ્યની ગાઈડલાઈનનું પાલનકરવાથી કોરોના સંક્રમણથી બચશો: સતકેવલ મહારાજશ્રી અવિચલ દાસજી
આણંદ તાલુકા ના સારસા નગર ખાતે સતકેવલ મંદિર સંકુલ માં સતકેવલ ક્વોરાઇન્ટન સેન્ટર આજથી ૧૧ જેટલા દર્દી ઓ સાથે કાર્યરત થયું છે
મારુ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ આણંદ તાલુકા ના ૪૪ ગામોમાં નાના નાના કોવિડ કેર સેન્ટર ની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવી તાલુકા વિકાસ અધિકારી શ્રી અમિત પટેલ દ્વારા જણાવ્યું કે સારસા અને મોગરી ખાતે મોટા કોવિડ સેન્ટર ની વ્યવસ્થા કરવામાં આવી છે.જે સેન્ટરો આજુબાજુ ના દસેક ગામો ને આવરી લેશે
સારસા સત કેવલ ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે તબીબી સેવા , ઓક્સિજન , દવાઓ , નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓને ભોજન,નાસ્તો,ફળફળાદી સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે.
સતકેવલ મહારાજ શ્રી પૂ. અવિચલ દાસજી એ જણાવ્યું કે, સતકેવલ કોવિડ કેર સેન્ટર એ અત્યાર ના સમય માં એવા જરૂરત મંદ વ્યક્તિ ઓ માટે શરૂ કર્યું છે કે જેમને હોમ ક્વોરોન્ટાઇન થવા માટે અનુકૂળતા ન હોય તેવા દર્દી ઓ માટે શરૂ કર્યું છે આજે સવારે શરૂ કર્યું અને મને લાગેછે કે સાંજ સુધીમાં ૧૫ જેટલા દર્દીઓ આવી જશે પણ અમો એ પચાસ કરતા વધુ વ્યક્તિઓની પહેલા થીજ વ્યવસ્થા કરી છે….
પૂ.મહારાજ શ્રી અવિચલ દાસજીએ જાહેર જનતા ને અપીલ કરતા જણાવ્યું કે કોરોના સંક્રમણ થી બચવા સરકાર શ્રી ની ગાઈડલાઈન ને અનુસરવું માસ્ક પહેરવો અને એક બીજાથી અંતર રાખવું એ ખૂબ જરૂરી છે જો તમો આટલું કરશો તો કોરોના થી બચી શકશો,
અહીં તબીબો સર્વ શ્રી ડૉ. મીનાબહેન પટેલ , ડો. રાજેન્દ્ર પટેલ , ડો. ધવલ શાહ , અને નસિંગ સ્ટાફ સેવારત છે. જ્યારે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ અને સરપંચ શ્રી વિમલભાઈ પટેલ ની ટીમ વ્યવસ્થા માં કાર્યરત છે.