અનિતા હસનંદાનીએ બ્રેસ્ટ ફીડિંગના ફાયદા જણાવ્યા

મુંબઈ: અનિતા હસનંદાની ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે ઘણીવાર ફેન્સ સાથે દીકરા આરવની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સને પર્સનલ લાઈફની અપડેટ્સ પણ આપતી રહે છે કે, દીકરા આરવમાં કેવા ફેરફાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તે ક્યારેક આરવ ઉંઘતો હોય તેવો તો ક્યારેક તે તેનું ડાયપર બદલતી હોય તેવો વીડિયો શેર કરતી રહે છે. અનિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં તેણે દીકરા આરવને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાને લઈને વીડિયો શેર કર્યો છે,
જેમાં તે એ વાત પર ભાર મૂકી રહી છે કે બાળકને ફીડિંગ કરાવવું કેટલું મહત્વનું હોય છે. વીડિયોમાં અનિતા કહી રહી છે કે, દીકરા આરવને તે ત્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવશે, જ્યાં સુધી તે કરાવી શકશે. અનિતાએ કહ્યું કે, ‘એક મા તરીકે, મારી સૌથી મોટી ચિંતા એ રહે છે કે, શું હું બાળક માટે બધું કરી રહી છું? જ્યારે આરવનો જન્મ થયો ત્યારે ડોક્ટરે મને સલાહ આપી હતી કે, બાળકને ન્યૂટ્રિશન મળે તે માટે સૌથી જરૂરી છે બ્રેસ્ટ મિલ્ક. બ્રેસ્ટ મિલ્કમાં તે એન્ટીબોડી હોય છે. જે તમારા બાળકને મજબૂત બનાવે છે અને આ તેમના માટે ખૂબ જરૂરી હોય છે.
મેં તે સમયે જ નક્કી કરી લીધું હતું કે, હું આરવને ત્યાં સુધી ફીડિંગ કરાવીશ, જ્યાં સુધી હું કરાવી શકું. અથવા છ મહિના સુધી તો જરૂર કરાવીશ. બ્રેસ્ટ ફીડિંગ બાળક માટે સૌથી બેસ્ટ ફીડ હોય છે. આ વીડિયો પોસ્ટ કરીને તેના કેપ્શનમાં અનિતા હસનંદાનીએ લખ્યું છે કે, ‘મા તરીકે બાળકને હેલ્ધી જાેવા માગો છો તો તેને બ્રેસ્ટ ફીડિંગ કરાવો. આ તેને દરેક રીતે મદદ કરશે અને મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, અનિતા હસનંદાની અને તેના પતિ રોહિત રેડ્ડીને ત્યાં આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આરવનો જન્મ થયો હતો.
કપલને ત્યાં સાત વર્ષ બાદ પારણું બંધાયું હતું. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં કપલે ખાસ અંદાજમાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન પણ એક્ટ્રેસ તેની તસવીરો શેર કરતી રહેતી હતી.