Western Times News

Gujarati News

એંજલ રાય હવે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે

મુંબઈ: સોશલ મીડિયા પર છેલ્લાં કેટલાંક સમયથી એક યુવતી ચર્ચામાં છે અને તેનું નામ છે એંજલ રાય.આ ખુબસુરત યુવતી એંજલ રાય હવે ફિલ્મોમાં કરવા જઈ રહી છે ડેબ્યૂ. હાલમાં જ તેમણે પોતાની પહેલી સાઉથ ફિલ્મ સાઈન કરી છે. એંજલ રાય ઈન્ડિયન આઈડલના વિજેતા સલમાન અલી સાથે એક નવા સોંગમાં પણ કામ કરી ચૂકી છે. એક સિંગરના રૂપમાં પોતાના કરિઅરની શરૂઆત કરનારી એંજલ રાય હવે ફિલ્મોમાં એન્ટ્રી મારી રહી છે. એંજલના આકર્ષક વીડિયોને લાખો લોકો પસંદ કરી રહ્યાં છે.

શોર્ટ વીડિયોઝના માધ્યમથી તેમણે એમએક્સ ટકાટક એપ પર પોતાની પ્રતિભા દર્શાવીને દુનિયાને પોતાના દિવાના બનાવી લીધાં છે. એમએક્સ ટકાટક પર તેમના ૧.૪ કરોડથી વધારે ફોલોવર્સ છે. કરોડો લોકો તેમને પસંદ કરે છે. એંજલે જણાવ્યુંકે, બહુ જ જલદી તે સાઉથની ફિલ્મમાં દેખાશે. તેમણે જણાવ્યુંકે, હાલમાં જ તેમણે પોતાની પહેલી સાઉથની ફિલ્મ સાઈન કરી છે. રાય કહે છે કે, તે ઈન્ડિયન આઈડલના વિજેતા સલમાન અલી સાથે એક નવો મ્યૂઝિક વીડિયો પણ કરી રહી છે. એંજલ રાયના પહેલાં જ સોંગ ‘રોઈ ના જે યાદ મેરી’ ને મિલિયંસ વ્યૂઝ મળી રહ્યાં છે.

એંજલ એક મોડેલ પણ છે અને તે સોશલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. ઈંસ્ટાગ્રામ પર ૨ મિલિયન અને એવા બીજા ઘણાં ડિજિટલ એપ પર અંદાજે ૧૦ મિલિયન કરતા વધારે લોકો જેને પસંદ કરે છે એવી એંજલ રાય ઝી મ્યૂઝિકના ઘણાં બધાં ગીતોમાં જાેવા મળી છે. આનાથી પહેલાં એંજલની એક નજર, રાંઝરા, આને વાલે પલ, બોલીવુડના જાણીતા સિંગર ઝૂબિન ગર્ગ સાથે મળીને કરી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.