Western Times News

Gujarati News

મહિન્દ્રા યુકેમાં મોબિલિટી ઉત્પાદનો માટે એડવાન્સ્ડ ડિઝાઇન સેન્ટર ખોલશે

મહિન્દ્રા એડવાન્સ્ડ ડિઝાઇન યુરોપ આંતરરાષ્ટ્રીય અપીલ ધરાવતા ડાયનેમિક અને ઓથેન્ટિક ઉત્પાદનોની ડિઝાઇન બનાવવા અને વિકસાવવા એની કટિબદ્ધતાને રિન્યૂ કરશે

મુંબઈ, મહિન્દ્રા ગ્રૂપે આજે વેસ્ટ મિડલેન્ડ્સ, યુ. કે.માં મહિન્દ્રા એડવાન્સ્ડ ડિઝાઇન યુરોપ (M.A.D.E) સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. નવું સેન્ટર ઓફ એક્સલન્સ (CoE) મહિન્દ્રા ગ્લોબલ ડિઝાઇન નેટવર્કનો ભાગ બનશે, જેમાં ભારતના મુંબઈમાં મહિન્દ્રા ડિઝાઇન સ્ટુડિયો અને ઇટાલીના તુરિનમાં પિઇન્ફેરિના ડિઝાઇન સામેલ છે.

M.A.D.E મહિન્દ્રાની આંતરરાષ્ટ્રીય ડિઝાઇન ક્ષમતાનું સ્ટ્રેટેજિક વિસ્તરણ છે તથા એના ગ્રાહકોને સતત હાજરી સાથે અદ્યતન, ઓથોન્ટિક SUVs પ્રસ્તુત કરવાની એની કટિબદ્ધતાને રિન્યૂ કરે છે. M.A.D.E મહિન્દ્રાની વિશિષ્ટ પ્રોડક્ટ ડિઝાઇન્સની ક્ષમતાને વધારશે તેમજ એની સલામતી, રોમાંચક, છતાં અસરકારક કનેક્ટેડ કાર અનુભવને વધારવા વિશિષ્ટ ટેકનોલોજી ઓફર વધારશે.

આ જાહેરાત પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ જેજુરિકરે કહ્યું હતું કે, “મહિન્દ્રા ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહક કેન્દ્રિત ઉત્પાદનો પ્રસ્તુત કરવા અમારા 75 વર્ષના સમૃદ્ધ ઓટોમોટિવ ઇતિહાસના નવા, રોમાંચક યુગમાં પ્રવેશ કરવા સજ્જ છે.

વ્યવસાયને ભવિષ્ય માટે સજ્જ રાખવા મુખ્ય પ્રેરકબળ છે – આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ ઓટોમોટિવ, ફાર્મ ઇક્વિપમેન્ટ અને ટૂ-વ્હીલર્સમાં ડિઝાઇન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવો. M.A.D.E તમામ ભવિષ્યલક્ષી ઓટોમોટિવ અને મોબાલિટી ઉત્પાદનોમાં પ્રદાન કરશે, જેમાં બોર્ન EV SUVs સામેલ છે અને મહિન્દ્રા ગ્રૂપની કંપનીઓને સંસાધનોને ઉપલબ્ધ થશે. એનાથી ડિઝાઇન સેગમેન્ટમાં ક્ષમતા અને ક્ષમતાવર્ધન એમ બંનેમાં હરણફાળ ભરવામાં મદદ મળશે.”

યુ.કે.માં કોવેન્ટ્રી રિઝન ઓટોમોટિવ ડિઝાઇનનું પાવરહાઉસ છે. M.A.D.E ડિઝાઇન પ્રતિભાના આ નેટવર્કની કુશળતા, અનુભવ અને સજ્જતાનો ઉપયોગ કરશે અને પ્રદાન કરશે. આ કોવેન્ટ્રી યુનિવર્સિટી, રૉયલ કોલેજ ઓફ આર્ટ અને યુકે અને યુરોપમાંથી અન્ય ડિઝાઇન કોલેજોમાંથી ઉચ્ચ કુશળતાયુક્ત ડિઝાઇન પ્રતિભાઓને આકર્ષવામાં પણ મદદ કરશે. M.A.D.E. 1 જુલાઈ, 2021થી કાર્યરત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.