Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં ૩ કોરોના દર્દીએ મિથિલીન બ્લૂ દવા પીતા હાલત ગંભીર

Files Photo

અમદાવાદ: સમગ્‌ રાજય માં કોરોના કેસ સતત વધતા જાેવા મળી રહ્યા છે ત્યારે કોરોના થી બચવા માટે લોકો એવા એવા નુસ્ખા અપનાવે છે, જે ક્યારેક આપણા માટે જાેખમી સાબિત થઈ જાય છે. જાે ડોક્ટરની સલાહ વગર કંઈ પણ લઈએ તો એ આપણા માટે જાનલેવા સાબિત થતું હોય છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રણ કોરોના દર્દી મિથિલિન બ્લુની બોટલ પી જતા તેમની સ્થિતિ ગંભીર જાેવા મળી હતી.

નોધનીય છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે પ્રિ ટ્રાએજ એરિયા બનાવવામાં આવ્યો છે, જેમાં કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર માટે રાખવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે એક અજાણ્યો શખ્સ મિથિલન બ્લૂની બોટલનો થેલો લઈને આ વોર્ડમાં આવ્યો હતો. તે દર્દીઓને મિથિલિન બ્લુની બોટલો આપી ગયો હતો.

જાેકે, દર્દીઓ હોસ્પિટલ સ્ટાફે આ દવા આપી છે તેવું સમજીને આખી બોટલ ગટગટાવી ગયા હતા. તબીબોને આ વાત ધ્યાને આવતા દર્દીઓને તાત્કાલિક મેઈન બિલ્ડિંગમાં ખસેડી સારવાર શરૂ કરી હતી. દવા ગટગટાવી જનાર ત્રણેય દર્દીઓની હાલત હાલ ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે, મિથિનિલ બ્લૂ કોરોનાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઈ છે. પરંતુ આ દવા તબીબોના સલાહ વગર લેવી હિતાવહ નથી. તેના ચોક્કસ માપદંડ અને ગાઈડન્સ વગર લેવી નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.