૩૭૦ ભારતનો આંતરિક મુદ્દો : પાક.વિદેશ મંત્રી
નવીદિલ્હી: કાશ્મીર પર પાકિસ્તાની સૂર નરમ થયા છે. વિદેશ મંત્રીએ કહ્યું કાશ્મીરની ૩૭૦ની કલમ ભારતનો આંતરિક મામલો છે.
ભારત- પાકિસ્તાનમાં બેક ચેનલ વાર્તાના રિપોર્ટની વચ્ચે કાશ્મીર પર પાકિસ્તાની સૂર નરમ થયા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યુ કે કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવું ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કુરૈશીના અનુચ્છેદ ૩૭૦ને ભારતનો આંતરિક મામલો ગણાવતા કહ્યુ કે તે ર્નિણયને ભારતના સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે.
તેમણે કહ્યુ કે તે હિસાબથી અનુચ્છેદ ૩૭૦ એટલો મહત્વનો નથી. તેમને પૂછવામાં આવ્યુ કે પાકિસ્તાન માટે શુ મહત્વપૂર્ણ છે. આના પર તેમણે કહ્યું કે અનુચ્છેદ ૩૫એ. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાન માટે ૩૫ એ મહત્વનું છે. કેમ કે આના માધ્યમથી ભારત કાશ્મીરની જનસંખ્યાને બદલવાનો પ્રયાસ કરી શકે છે. હકિકતમાં ૩૫એને રાષ્ટ્રપતિના આદેશથી સંવિધાનમાં ૧૯૫૪માં સામેલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરનો વિશેષ અધિકાર મળ્યો હતો.