ડીઆરડીઓની કોરોનાની દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
નવી દિલ્હી: કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આજે એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. આ દવા ડીઆરડીઓના ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાયન્સ સાયન્સિસ (આઈએનએમએએસ) અને હૈદરાબાદ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી) સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને હાલ ૨-ડોક્સી-ડી- ગ્લુકોઝ (૨-ડીજી) નામ આપવામાં આવ્યું છે અને તેના મેન્યુફેક્ચરિંગની જવાબદારી હૈદરાબાદ સ્થિત ડો.રેડ્ડી લેબોરેટરીઝને સોંપવામાં આવી છે.
દવાની ક્લિનિકલ ટ્રાયલ સફળ થઈ છે. દાવો છે કે જે દર્દીઓ પર તેની ટ્રાયલ કરવામાં આવી તેમાં ઝડપથી રિકવરી જાેવા મળી. આ સાથે જ દર્દીઓની ઓક્સિજન પર ર્નિભરતા પણ ઓછી થઈ ગઈ. એવો પણ દાવો છે કે આ દવાના ઉપયોગથી દર્દીઓનો કોરોના રિપોર્ટ અન્ય દર્દીઓની સરખામણીમાં જલદી નેગેટિવ થઈ રહ્યો છે. એટલે કે તેઓ જલદી સાજા થઈ રહ્યા છે.
ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ એપ્રિલ ૨૦૨૦માં લેબમાં આ દવા પર એક્સપરિમેન્ટ કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે આ દવા કોરોના વાયરસને રોકવામાં મદદ કરે છે. તેના આધારે ડીસીજીઆઈએ મે ૨૦૨૦માં ફેઝ-૨ ટ્રાયલ્સ કરવાની મંજૂરી આપી હતી.
ક્લિનિકલ ટ્રાયલના દેશભરની હોસ્પિટલોમાં આ દવાની ટ્રાયલ કરવામાં આવી. ના ટ્રાયલ ૧૧ હોસ્પિટલોમાં કરવામાં આવ્યા. ૧૧૦ દર્દીઓને સામેલ કરાયા હતા. આ ટ્રાયલ મેથી ઓક્ટોબર વચ્ચે કરાયા હતા.
પરિણામઃ જે દર્દીઓ પર દવાની ટ્રાયલ કરવામાં આવી તે દર્દીઓ અન્ય દર્દીઓની સરખામણીમાં કોરોનામાંથી જલદી સાજા થયા. ટ્રાયલમાં સામેલ દર્દીઓ બીજા દર્દીઓની સરખામણીમાં ૨.૫ દિવસ જલદી સાજા થયા.
ડિસેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ વચ્ચે દેશભરની ૨૭ હોસ્પિટલોમાં ની ટ્રાયલ કરવામાં આવી. આ વખતે ૨૨૦ દર્દીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા. આ ટ્રાયલ દિલ્હી, યુપી, બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં કરવામાં આવી.
પરિણામઃ જે દર્દીઓને ૨-ડીજી દવા આપવામાં આવી તેમાંથી ૪૨ ટકા દર્દીઓની ઓક્સિજન પર ર્નિભરતા ત્રીજા દિવસે ઓછી થઈ ગઈ. પરંતુ જેમને દવા ન અપાઈ એવા ૩૧ દર્દીઓની જ ઓક્સિજન પર ર્નિભરતા ઓછા થઈ. એટલે કે દવાથી ઓક્સિજનની જરૂરિયાત પણ ઓછી થઈ. એક સારી વાત એ પણ રહી કે આ ટ્રેન્ડ ૬૫ વર્ષથી ઉપરના વૃદ્ધોમાં પણ જાેવા મળ્યો. આ દવા પાઉડર સ્વરૂપમાં આવે છે