મમતા બેનર્જીએ કોરોના સંબંધિત વસ્તુઓ કસ્ટમ ડ્યુટી અને GSTમાંથી મુક્તિની માંગ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/GST-1.jpg)
કોલકતા, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તબીબી ઉપકરણો, દવાઓ સહિતની કોરોના સંબંધિત વિવિધ વસ્તુઓ અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કસ્ટમ ડ્યુટી અને જીએસટીમાંથી મુક્તિની માંગ કરી છે.
આપને જણાવી દઇએ કે મુખ્યમંત્રીનો હવાલો સંભાળવાની સાથે સાથે મમતા બેનર્જી કોરોના મહામારીને લગતા વિવિધ મુદ્દાઓ તરફ પોતાનું ધ્યાન દોરવા માટે વડા પ્રધાનને સતત પત્રો લખી રહ્યા છે અને તેમણે પીએમને દરેકને મફત રસી આપવા જણાવ્યું છે.
આ અગાઉ મુખ્યમંત્રીએ પશ્ચિમ બંગાળ માટે મેડિકલ ઓક્સિજન સપ્લાય વધારવાની માંગ કરતા વડા પ્રધાનને પત્ર લખ્યો હતો, મમતા બેનર્જીએ વડા પ્રધાનને પત્ર લખ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યને આગામી ૭-૮ દિવસોમ ૫૫૦ મેટ્રિક ટન તબીબી ઓક્સિજનની જરૂર પડી શકે છે.