ચા પીવાથી કોરોના જતો રહે તે વાતને વૈજ્ઞાનિકોએ ફગાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tea.jpg)
Files Photo
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દરરોજ ૪ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત દરરોજ ૪ હજારથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ વાયરસથી બચવાનો ઉપાય માત્ર વેક્સીન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર આ જીવલેણ વાયરસથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખા અજમાવી રહ્યા છે. આ ચક્કરમાં અનેક લોકો ફેક ન્યૂઝમાં પણ ફસાઈ જાય છે.
આ કડીમાં હાલના દિવસોમાં એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે વધુ માત્રામાં ચા પીવાથી કોરોનાથી બચી શકાય છે. આ વાતમાં શું છે હકીકત, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ. સોશિયલ મીડિયા પર એક અખબારની ક્લિપ શૅર કરવામાં આવી રહી છે, તેની હેડલાઇનમાં લખ્યું છે, ખૂબ ચાય પીઓ વ પિલાઓ ચાય પીને વાલોં કે લિએ ખુશખબરી. આગળ આ અખબારે દાવો કર્યો છે કે ચા પીવાથી કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિ ઝડપથી સ્વસ્થ પણ થઈ શકે છે.
કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર પણ દાવો કરી રહ્યા છે કે ચીનની હૉસ્પિટલોએ કોવિડ-૧૯ સામે લડી રહેલા પોતાના દર્દીઓએ દિવસમાં ત્રણ વાર ચા આપવાનું શરૂ કરી દીધું. તેનો ફાયદો પણ થયો. મેસેજમાં અમેરિકાની સીએનએન ન્યૂઝ ચેનલનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે ચીનના કોરોના વાયરસ એક્સપર્ટ પોતાના મોત પહેલા એ જણાવીને ગયા કેમિકલ કોરોના વાયરસને મારી શકે છે. આ ત્રણેય કેમિકલ ચામાં હોય છે. સરકારે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ સમાચારને ફેક ગણાવ્યા છે.આ દાવો ખોટો છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ચાના સેવનથી કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે. જેથી આ અહેવાલોને ખોટા ગણાવવામાં આવ્યા છે. એટલે કે ભવિષ્યમાં આવા પ્રકારના ફેક ન્યૂઝ આપના ધ્યાનમાં આવે તો તેને ફોરવર્ડ ન કરતા.