Western Times News

Gujarati News

તેણે ક્યારેય બાળકો માટે એક રૂપિયો ખર્ચયો નથી : શ્વેતા

મુંબઈ: ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ તેના પર આરોપ મૂક્યો છે કે, તે દીકરા રેયાંશને મુંબઈની એક હોટલમાં મૂકીને રિયાલિટી શો ‘ખતરોં કે ખેલાડી ૧૧’માં ભાગ લેવા સાઉથ આફ્રિકાના કેપ ટાઉન ગઈ છે. અભિનવે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે, તેને નથી ખબર કે દીકરો રેયાંશ ક્યાં છે. એટલે જ તે મુંબઈની એક બાદ એક હોટલમાં તેને શોધવા માટે ભટકી રહ્યો છે. ત્યારે શ્વેતાએ એક ઈન્ટરવ્યૂમાં અભિનવના આરોપોને ખોટા ગણાવ્યા છે.

શ્વેતા તિવારીએ એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, મેં અભિનવને ફોન પર કહ્યું હતું કે, હું કેપ ટાઉન જઈ રહી છું અને રેયાંશ મારી પરિવાર સાથે સુરક્ષિત છે. મારી મમ્મી, મારા સંબંધીઓ અને મારી દીકરી પલક રેયાંશનું ધ્યાન રાખી રહ્યા છે. સાથે જ હું શૂટિંગમાંથી બ્રેક મળશે ત્યારે રેયાંશને વિડીયો કૉલ કરતી રહીશ. મેં અભિનવને બધું જ સમજાવ્યું હતું પરંતુ તેણે એ વિડીયો પોસ્ટ કર્યો ત્યારે હું દંગ રહી ગઈ. અભિનવ આવું શા માટે કરે છે તેની પાછળનો એજન્ડા મને ખબર નથી પડતી. હાઈકોર્ટના આદેશ પ્રમાણે, રેયાંશ રોજ સાંજે અભિનવ સાથે લગભગ એક કલાક વાતે કરે છે.

હકીકતે તો કોર્ટે અભિનવને રેયાંશ સાથે માત્ર અડધો કલાક વાત કરવાની અનુમતિ આપી છે પરંતુ અભિનવ કહે છે કે, થોડી વધારે વાત કરવા દો તો હું કરવા દઉં છું. તેમ છતાં જાે તે એમ કહેતો હોય કે તેનો દીકરો ક્યાં છે અને કેવો છે એ નથી ખબર તો પછી હું શું કહું”, તેમ શ્વેતાએ ઉમેર્યું. આગળ શ્વેતાએ કહ્યું, હું રેયાંશ, તેની નૅની અને મારી મમ્મીને લઈને આવી હોત પરંતુ આ માટે અભિનવે મંજૂરી ના આપી. મેં રેયાંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક પ્રકારના પગલાં લીધા છે

બીજી તરફ અભિનવ છે જે બાળકોના ઉછેર માટે એક રૂપિયો પણ આપવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, અભિનવે ઈન્સ્ટાગ્રામ પર વિવિધ વિડીયો પોસ્ટ કરીને શ્વેતા પર આરોપ લગાવ્યો હતો કે, તે રેયાંશને મૂકીને સાઉથ આફ્રિકા જતી રહી છે. વિડીયોમાં અભિનવ કહે છે કે, તેણે મને પૂછ્યું ત્યારે કોવિડની હાલત જાેઈને મેં તેને ના પાડી હતી. તે ત્યાં ૧૨ કલાક કામ કરશે. મેં તેને કીધું હતું કે રેયાંશને હોટલમાં એકલો રાખવાની જરૂર નથી હું તેનું ધ્યાન રાખીશ. પણ તે સાઉથ આફ્રિકા જતી રહી. હવે મારું બાળક ક્યાં છે? ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનવે આ પ્રકારે શ્વેતા સામે આરોપ લગાવ્યા હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.