આસામના ૧૫મા મુખ્યમંત્રી બનતા હિમંત બિસ્વા સરમા
દિસપુર: બીજેપી નેતા હિમંત બિસ્વા શર્માએ આસામના ૧૫મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એનઇડીએ સમન્વયકે સોમવારે શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આસામના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ જગદીશ મુખીએ સરમાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. સરમાની સાથે તેમની કેબિનેટના ૧૩ મંત્રીઓએ શપથ લીધા.
શપથગ્રહણ કાર્યક્રમ દરમિયાન બીજેપી ચીફ જેપી નડ્ડા, ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહ અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નીફિઉ રિયો, પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.સરમાની સાથે તેમના સહયોગીમાં અતુલ બોરા, પરિમલ શુક્લ બૈદ્ય, પીજૂષ હજારિકા, જાેગન મોહન, સંજય કિશન, ચંદ્ર મોહન પટોવેરી, બિમલ બોરા, અશોક સિંઘલ, યૂજી બ્રહ્મા, રંજીત દાસ, રોનૂજ પેગૂ, કેશબ મહંત અને અજંતા નેગે શપથ લીધા.
સરમાના શપથ લેતા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાને લખ્યું કે, હિમંત બિસ્વાજી અને આજે શપથ લેનારા અન્ય મંત્રીઓને શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ટીમ આસામની વિકાસ યાત્રાને ગતિ આપશે અને લોકોની આકાંક્ષાઓને પૂરી કરશે. તેની સાથે જ વડાપ્રધાને પૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલે પણ ટ્વીટ કર્યું. વડાપ્રધાને લખ્યું કે, મારા અમૂલ્ય સહયોગી સર્બાનંદ સોનોવાલજી છેલ્લા પાંચ વર્ષમાં એક જન-સમર્થક અને વિકાસ-સમર્થક પ્રશાસનના વડા હતા. આસામની પ્રગતિ અને રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમનું યોગદાન ખૂબ વિશાળ છે.