લગ્ન માટે ભાણેજ જમાઈને ઘરે ગયા ત્યાં જ કોરોનાથી થયું મોત
વડોદરા: કોરોનાકાળમાં મહેમાનોને આવકારવા પણ ચિંતાજનક બને છે. જેના અનેક કિસ્સાઓ આપણે જાેયા છે. ત્યારે વડોદરા પાસેનાં વાસદ નજીક ઘણો જ દુખદ કિસ્સો સામે આવ્યો છે. વાસદ નજીક ફાજલપુર ગામમાં રહેતા મહેશ ચીમનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન પાદરા તાલુકાના બામણશી ગામમાં નક્કી થયા હતા. લગ્નના રિતરિવાજાે નક્કી કરવા માટે દસેક દિવસ પહેલાં મહેશભાઇ અને તેમના માતા ગંગાબેન સોલંકી બામણશી ગામમાં રહેતા ભાણેજ જમાઇ પરેશભાઇ પઢિયારને ત્યાં ગયા હતા.
જ્યાં બંને માતા અને દીકરાની અચાનક તબિયત બગડી હતી અને કોરોનાનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યાં હતા. જાેકે, તે બંનેની પરિવારે ઘણી સેવા કરી હતી. પરંતુ દસ દિવસની સારવાર બાદ મહેશભાઇનું મોત નીપજ્યું હતું. પુત્રની અંતિમક્રિયા બાદ માતાએ પણ પ્રાણ છોડ્યા હતા.
પઢિયાર પરિવારે ઘરે આવેલા સંબંધી મહેશભાઇ અને તેમના માતા કોરોના સંક્રમિત થતાં તેમના ઘેર જ ક્વૉરન્ટીન કરી તેમની સારવાર કરાવી હતી. મહેશભાઇનું સરાવારનાં દસ દિવસે મોત થતાં સબંધી અને તેમના મિત્રોએ મહેશભાઇના અંતિમ સંસ્કાર કર્યા હતા.તેઓ અંતિમ સંસ્કાર કરીને ઘેર પરત ફર્યા ત્યાંજ મહેશભાઇના માતા ગંગાબેનને શરીરમાં ઓક્સિજન ખૂટતાં ખૂબ જ શ્વાસ ચડયો હતો અને થોડી જ વારમાં તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ તેમના સબંધીએ તેમના પણ અંતિમ સંસ્કાર કર્યા હતા.
બામણવશી ગામે ભાણેજ જમાઇના ત્યાં મહેમાન તરીકે રહેલા માસા સસરા અને તેમના માતાએ દીકરીના લગ્નની મોટાભાગની તૈયારી કરી દીધી હતી. પંદર દિવસ બાદ લગ્ન હોવાથી તેઓ વેવાઇ પક્ષ સાથે રિતરિવાજ નક્કી કરવા બામણશી ગામે આવ્યા હતા.પરંતુ ત્યાંજ બંનેનો કોરના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના મોત થયા હતા. જેના કારણે લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.