નિકોલમાં ટયુશન ટીચરના પતિએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો
દોઢ વર્ષ અગાઉની ઘટનાઃ પોલીસે આરોપીને ઝડપી લીધો
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નિકોલ વિસ્તારમાં ઘરે ટયુશન ચલાવતી શિક્ષીકાના પતિએ ટયુશનમાં આવતી એક બાળકી ઉપર બળાત્કાર ગુજારતા ચકચાર મચી છે બાળકીને પરીક્ષામાં નાપાસ કરવા તથા અમદાવાદમાં નહી રહેવા દેવી ધમકીઓ આપતા બાળકીએ દોઢ વર્ષે આ ઘટના પરીવારજનોને જણાવી હતી જે જાણીને તેમના ઉપર આભ તુટી પડયુ છે આ અંગે નિકોલ પોલીસે ફરીયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં રહેતી અને હાલમાં નવમા ધોરણમાં ભણતી એક બાળકી દોઢ વર્ષ અગાઉ ઘર નજીક આવેલા ટયુશન કલાસીસમાં ભણવા જતી હતી જયાં મહીલા શિક્ષકનો પતિ જગદીશ ચેલાણી (પ૦) પણ શિક્ષકની મદદ કરતો હતો
ઓકટોમ્બર ર૦૧૯માં એક દિવસ બાળકી ટયુશને આવી ત્યારે જગદીશે એકલતાનો લાભ લઈ ઘરમાં એક રૂમમાં ખેંચી ગયો હતો અને જબરદસ્તી કરી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં જગદીશે બાળકીને આ અંગે કોઈને કહયું તો અમદાવાદમાં રહેવા નહી દઉ અને પરીક્ષામાં નાપાસ કરી દઈશ જેવી ધમકીઓ આપી હતી
જેનાથી ડરી જઈને બાળકીએ આ વાત કોઈને કરી નહતી પરંતુ બે ત્રણ દિવસ અગાઉ પરીવારજનો સાથે બાળકી બેઠી હતી ત્યારે તેણે આ ઘટના જણાવતાં જ તમામ લોકો ચોંકી ગયા હતા ત્યારબાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જ પોલીસે તુરંત આરોપીની ધરપકડ કરીને તેને કોવીડ પ્રોટોકોલ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસ સહીત તમામ લોકો ચોંકી ગયા છે.