મ્યુનિ.મેલેરીયા વિભાગમાં એક હજાર વોલિયન્ટર્સ લેવામાં આવશે
સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ત્રણ દિવસ માટે ‘હેરિટેઝ ગરબા’નું આયોજન થશેઃ અમુલ ભટ્ટ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પાણીના વેડફાટ રોકવા માટે તથા ગેરકાયદેસર જાડાણો દૂર કરવા માટે વધુ એક વખત ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તથા નવરાત્રીમાં સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ત્રણ દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલભાઈ ભટ્ટેના જણાવ્યા અનુસાર શહેરમાં વાહનોની સફાઈ માટે જે સર્વિસ સ્ટેશનો છે તેમાં પાણીનો પુષ્કળ વ્યય થાય છે.
તેથી જે સર્વિસ સ્ટેશનોમાં પાણીના ગેરકાયદેસર જાડાણ છે તેને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સર્વિસ સ્ટેશનો સિવાય પણ જે કોમર્શિયલ મિલકતોમા મંજુરી લીધા વિના જાડાણો લેવામાં આવ્યા છ તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશને ર૦૧૪ ના વર્ષમાં બી.યુ.પરમીશન સાથે વાટરમીટર લગાવવા બજેટમાં ઠરાવ કર્યાે હતો.
ર૦૧૪ થી ર૦૧૯ સુધી ચાર હજાર કરતાં વધુ મિલકતધારકો પાસેથી વાટર મીટરના નાણાં પણ લઈ લેવામાં આવ્યા છે. પરંતુ મીટર લગાવવામાં આવ્યા નથી. તેથી વાટર મીટરની ખરીદી કરી તાકીદે લગાવવાન્ માટેની સુચના આપવામાં આવી છે. આગામી નવરાત્રીના તહેવાર દરમ્યાન પબ્લિક -પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ત્રણ દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેને ‘હેરીટેઝ ગરબા’ નામ આપવામાં આવ્યુ છે. શહેરની ઐતિહાસીક મિલકતોની જાળવણી માટે પણ કામ કરવામાં આવી રહ્યુ છે. હેરીટેઝ રૂટના પાંચ મોન્યુમેન્ટની આસપાસ ખાસ ડીઝાઈન કરવામાં આવશે.
મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ફોગીંગ, દવા છંટકાવ અને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર સર્વે માટે હંગામી ધોરણે એક હજાર વોલીયન્ટર્સ લેવામાં આવશે. જેમને ખાસ તાલીમ આપવામાં આવશે. મેલેરીયા ખાતાના વોલિયન્ટર્સને ઘરે ઘરે જઈને બ્રિડીંગ શોધવા અને તેનો નાશ કરવાની કામગીરી સોંપવામાં આવશે. શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દુર થઈ રહી છે.
હાલ, દૈનિક ૧૦૦ જેટલી ગાયો પકડવામાં આવે છે. સંલગ્ન વિભાગને દૈનિક ૧પ૦ ગાયો પકડવા માટેની તાકીદ કરવામાં આવી છે. પલ્લવ ચારરસ્તા પાસે બે ભૂવા પડ્યા છે. આ રોડ નીચે ૧ર૦૦ ડાયાની વરસો જૂની લાઈન પસાર થાય છે. જેને રીહેવીલેટ કરવામાં આવશે. સાંકડી ગલીમાં અને ચાલીઓમાં ડ્રેનેજ સફાઈની સમસ્યા દૂર કરવા માટે ૧ર નાના જેટીંગ મશીનો લેવામાં આવ્યા છે.
જે પેકી ૦૪ જેટીંગના આરટીઓ પાસિંગ થઈ ગયા છે. આ ચાર મશીનોને ઉત્તર ઝોનમાં મુકવામાં આવ્યા છે. નાના જેટીંગોના પરિણામની ચકાસણી બાદ વધુ મશીનો ખરીદ કરવામાં આવશે. તેમ તેમણે જણાવ્યુ હતુ.