કેપટાઉનમાં ખતરોં કે ખિલાડી ૧૧નું શૂટિંગ શરૂ કરાયું
દિવ્યાંકાએ પોસ્ટ કરી જેમાં સ્વચ્છ આકાશ સાથે કેપટાઉનની ઈમારતોનો નજારો તેની હોટલના રૂમમાંથી જાેઈ શકાય છે
મુંબઈ: રિયાલિટી શો ખતરોં કે ખિલાડી ૧૧ના કન્ટેસ્ટન્ટ શૂટિંગ માટે સાઉથ આફ્રિકાના કેપટાઉન પહોંચી ગયા છે. આ કન્ટેસ્ટન્ટ બાયો-બબલમાં રહે છે અને શૂટિંગ પણ આ પ્રકારે જ કરે છે. ત્યારે શૂટિંગમાંથી સમય મળતાં જ આ કલાકારો શહેરના સુંદર નજારા જાેવા પણ નીકળી પડે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા શોના કન્ટેસ્ટન્ટ્સે પોતાના કેમેરામાં કેદ કરેલા કેપટાઉનના સુંદર દ્રશ્યો બતાવ્યા છે. જાેઈ લો કે, તમારા મનગમતા સેલેબ્સ કેપટાઉનમાં શૂટિંગની સાથે કેવી મસ્તી કરી રહ્યા છે.
સૌથી પહેલા દિવ્યાંકા ત્રિપાઠીની તસવીર જાેઈ લો. એક્ટ્રેસે શૂટની વચ્ચે સેલ્ફી લીધી છે. દિવ્યાંકાની પાછળ રંગબેરંગી બિલ્ડિંગ જાેવા મળી રહ્યા છે. આ ઉપરાંત કેપટાઉન પહોંચ્યા બાદની સવારની એક તસવીર દિવ્યાંકા પોસ્ટ કરી હતી. જેમાં સ્વચ્છ આકાશની સાથે કેપટાઉનની ઈમારતોનો નજારો તેની હોટલના રૂમમાંથી જાેઈ શકાય છે. એક્ટ્રેસ અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. ત્યારે તેણે કેપટાઉન પહોંચ્યા બાદ વિવિધ તસવીરો ક્લિક કરાવી છે.
અમુક તસવીરોમાં અનુષ્કાની પાછળ કેપટાઉનની ખૂબસૂરત બિલ્ડિંગ દેખાઈ રહી છે. તો બીજી તસવીરોમાં અનુષ્કા કોઈ પોર્ટની આસપાસ છે. વિવિધ બોટ જાેવા મળી રહી છે. આ તસવીર શૂટિંગ વખતે મળેલા બ્રેક દરમિયાન ક્લિક કરાવી હશે તેવું લાગે છે. અનુષ્કા આમાં સ્પોર્ટ્સ વેયરમાં જાેવા મળી રહી છે. તસવીર શેર કરતાં અનુષ્કાએ લખ્યું છે,
‘વર્ક મોડ ઓન.’ બિગ બોસ ૧૪’ ફેમ નિકી તંબોલી અહીં બિગ બોસના જ કન્ટેસ્ટન્ટ અભિનવ શુક્લા સાથે મસ્તીના મૂડમાં જાેવા મળી રહી છે. નિકી અને અનુભવ મસ્તી કરતી સેલ્ફી લીધી છે. સિંગર આસ્થા ગિલ કેપટાઉન પહોંચીને ત્યાંના રંગમાં રંગાઈ ગઈ છે. રંગબેરંગી બિલ્ડિંગ પાસે તો મોટા ચગડોળ પાસે આસ્થાએ તસવીરો ક્લિક કરાવી છે. એક્ટર અર્જુન બિજલાનીએ પણ કેપટાઉન વિવિધ દિવસોની તસવીરો શેર કરી છે. ત્યાં પહોંચ્યા બાદ અર્જુને સાથી કન્ટેસ્ટન્ટ્સ નિકી તંબોલી, રાહુલ વૈદ્ય, આસ્થા ગિલ અને સના મકબૂલ સાથે તસવીરો ક્લિક કરાવી હતી.