રાહુલ વૈદ્યનું ઘર ખૂબ જ સુંદર અને આલિશાન છે
બિગ બોસ ૧૪નો રનર અપ રહ્યો હોવા છતાં રાહુલ વૈદ્ય લાખો લોકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો
મુંબઈ: બિગ બોસ ૧૪નો રનર અપ રહ્યો હોવા છતાં રાહુલ વૈદ્ય લાખો લોકોના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. આટલું જ નહીં તેને પોપ્યુલારિટી પણ ખૂબ જ મળી. સિંગર-એક્ટર રાહુલ વૈદ્ય ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે થોડા વર્ષ પહેલા તેણે ‘ઈન્ડિયન આઈડલ’ની સીઝન ૧માં ભાગ લીધો હતો. આ સીઝનમાં તે સેકન્ડ રનર-અપ રહ્યો હતો. ઈન્ડિયન આઈડલ’ બાદ રાહુલ વૈદ્યએ ઘણા લાઈવ શો અને કોન્સર્ટ કર્યા હતા.
બિગ બોસ ૧૪ના એક એપિસોડમાં રાહુલ વૈદ્યએ જણાવ્યું હતું કે, તે વર્ષમાં ૧૫૦૦ જેટલા શો કરી રહ્યો છે. સલમાનના શોમાં ઘણા પ્રસંગે તેણે પોતાની સિંગિંગથી લોકોના દિલ જીત્યા હતા. રાહુલ વૈદ્યનું નામ આજે મોટુ બની ગયું છે અને તે લક્ઝરી લાઈફ જીવી રહ્યો છે. રાહુલ વૈદ્યના ઘરના રસોડામાં વ્હાઈટ કલરનું ફર્નિચર કરવામાં આવ્યું છે.
રાહુલે થોડા અઠવાડિયા પહેલા પોતાના રસોડામાંથી એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે પોતાની લેડી લવ દિશા પરમાર માટે કંઈક બનાવતો જાેવા મળ્યો હતો. રાહુલ વૈદ્યના બેડરુમમાં એક તરફ એસી, ટીવી અને વુડન ડેસ્ક છે. તો બીજી તરફ દિવાલ પર ડિઝાઈનવાળો અરીસો લગાવવામાં આવ્યો છે અને વોલપેપર પણ છે. રાહુલે પોતાના બેડરુમના એક ખૂણામાં પોતાનું ફેવરિટ ગિટાર મૂકી રાખ્યું છે.
તેના બેડરુમમાં લાંબી ફ્રેન્ચ વિન્ડો છે, બાદમાં નાનકડી ગેલેરી. જ્યાં ઉભા રહો તો ચારેબાજુ હરિયાળી દેખાઈ છે. રાહુલ વૈદ્યએ ગુડી પડવાના પર્વ પર ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે ઘરની બાલ્કની બાલ્કનીમાંથી તસવીર શેર કરી હતી, જ્યાં ઉંચી રેલિંગ લગાવવામાં આવી છે.