સમીરા પુત્રના જન્મ બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી સોશિયલ મીડિયા દ્વારા પોતાના જીવન સાથે જાેડાયેલી વાતો ફેન્સની સાથે શેર કરતી રહે છે. એક્ટ્રેસે હવે પોતાના દીકરા હંસના જન્મ બાદ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની સાથે પોતાના સ્ટ્રગલ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું છે કે, તે પહેલીવાર પ્રેગ્નેન્ટ થઈ ત્યારે વિચાર્યું હતું હતું કે, તે પેજ ૩ મોમ્સની ફોટોગ્રાફર્સને એક પર્ફેક્ટ બમ્પની સાથે પોઝ આપીશ. કારણ કે, તેના વિચારો બોલિવુડથી પ્રભાવિત હતા. સમીરા રેડ્ડીએ જણાવ્યું કે, ડિલિવરી સમયે તેનું વજન ૧૦૫ કિલો થઈ ગયું હતું. વાતચીત કરતાં સમીરા રેડ્ડીએ કહ્યું કે, તેના પતિ અક્ષય વર્દેએ દીકરાના ડાયપર બદલવાથી લઈને તેને ફીડિંગ કરાવવા સુધીની દેખરેખ રાખી, જ્યારે તે પોતાની ફીલિંગ્સ સાથે સ્ટ્રગલ કરતી હતી.
‘મારા સાસુએ કહ્યું, તારું બાળક હેલ્ધી છે, તારો પતિ સપોર્ટિવ છે તો તું પરેશાન કેમ છો? મારી પાસે કોઈ જવાબ નહોતો. હું ડિસ્ચાર્જ થયા બાદ રડી હતી. હું હંસની સાથે ન હોવા પર પોતાને દોષી મહેસૂસ કરી રહી હતી. આવું એક વર્ષ સુધી ચાલતું રહ્યું. હું ઘણી તૂટી જતી હતી. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પૂરી રીતે કપાઈ ગઈ હતી. મારું વજન હજુ પણ ૧૦૫ કિલો હતો અને મને એલોપેસિયા એરિયાટા થયું હતું. મારા માથાના વાળ ખરી ગયા હતા. સમીરા રેડ્ડીએ તેની ગંભીર સમસ્યાને સમજતા એક ડોક્ટરની સલાહ લીધી હતી અને પોતાની દરેક સમસ્યાઓ જણાવી હતી.
તેણે જણાવ્યું કે, વધારે વજનના કારણે તેને ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હોવાના કારણે સતત સ્કેનર પર રાખવામાં આવી હતી. તે પોતાને એક નવી વ્યક્તિ તરીકે મહેસૂસ કરવા લાગી હતી. સમીરા રેડ્ડીએ કહ્યું કે, ‘દરેક જગ્યાએથી ગાયબ થયા બાદ હું ફરીથી સોશિયલ મીડિયા સાથે જાેડાઈ. તેમ છતાં મને પૂછવામાં આવતું હતું કે, શું તું યમ્મી મમ્મી બનવા જઈ રહી છે કે ફરીથી સેક્સી સેમ બનીશ? પરંતુ મેં માત્ર ફોલોઅર્સ બનાવવા માટે ખોટું બોલવાન ઈનકાર કરી દીધો હતો. તેથી, મેં મારી સમસ્યાઓ વિશે વાત કરવાનું શરુ કરી દીધું. પહેલા તો મને ટ્રોલ કરવામાં આવી પરંતુ હું તેનાથી પરેશાન થઈ નહીં. વર્ષ ૨૦૧૮માં જ્યારે હું બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ તો મેં પોતાને કહ્યું કે, ‘હું આમ કરવા જઈ રહી છું.
બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ તે સમયે સમીરા રેડ્ડીની ઉંમર ૪૦ વર્ષ હતી અને તેથી તે થોડી ડરી ગઈ હતી. તેનું વજન પણ વધારે હતું પરંતુ તે તમામ કામ કરવા માગતી હતી જે તેણે પહેલીવારમાં નહોતા કર્યા. જ્યારે તે ૮ મહિનાની પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેણે અંડરવોટર બિકીની શૂટ કરાવ્યું હતું. સમીરાએ જણાવ્યું કે, તે સમયે કેટલીક મહિલાઓએ તેના વખાણ કર્યા હતા અને તે તેના માટે પ્રેરણા હોવાનું કહ્યું હતું.