દિશા અને જેકી ફિલ્મ રાધેમાં પહેલીવાર સાથે જાેવા મળશે
ટાઈગર અને દિશા ઘણીવાર રોમાન્સને લઈને ચર્ચામાં રહે છે, કપલ હંમેશા રિલેશનશિપ અંગે હોઠ સીવીને રાખે છે
મુંબઈ: ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને રિલીઝ થવાને હવે સાવ થોડા જ દિવસની વાર છે, ત્યારે જેકી શ્રોફ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રાધેમાં સલમાન ખાન, દિશા પાટની, જેકી શ્રોફ અને રણદીપ હૂડા લીડ રોલમાં છે. આ પહેલીવાર છે જ્યારે દિશા પાટની અને જેકી શ્રોફ સાથે કામ કરી રહ્યા છે. દિશા પાટની જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફની સ્પેશિયલ ફ્રેન્ડ છે. બંનેએ ફિલ્મમાં સાથે કામ કર્યું હોવાથી સેટ પર વાતચીત પણ ઘણી થઈ હશે. ફિલ્મ ૧૩મી મેના રોજ રિલીઝ થવાની છે. ઈન્ટરવ્યૂમાં દિશા પાટની જેકી શ્રોફને કયા નામથી બોલાવે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. શું દિશા તેને સર કહીને બોલાવે છે કે પછી જેકી અંકલ કહીને? અથવી તો કોઈ બીજા નામથી.
આ સવાલ પૂછતાં પહેલા તો જેકી શ્રોફના ચહેરા પર સ્મિત જાેવા મળ્યું હતું અને કહ્યું હતું કે, દિશા તેમને કોઈ ખાસ નામથી બોલાવતી નથી, પરંતુ જ્યારે બંને વચ્ચે વાતચીત થતી હતી ત્યારે તે તેમને સર કહેતી હતી. જેકી શ્રોફે જણાવ્યું હતું કે, અંકલ શબ્દનો આડેધડ ઉપયોગ કરવો તે તેમને થોડું વિચિત્ર લાગે છે. અંકલનો અર્થ થાય છે, તમારા પિતાના ભાઈ. પરંતુ પરિવાર તો બંનેનો અલગ છે ને? તો પછી અંકલ શબ્દ ન્યાયી કેવી રીતે કહેવાય?. જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફ અને દિશા પાટની ઘણીવાર તેમના રોમાન્સને લઈને ચર્ચામાં રહે છે,
પરંતુ કપલ હંમેશા તેમના રિલેશનશિપ અંગે હોઠ સીવીને રાખે છે. ડિનર ડેટ્સથી લઈને સિક્રેટ હોલી ડે સુધી-કપલ હંમેશા તેમના પ્રેમને લાઈમલાઈટથી દૂર રાખવામાં સફળ રહે છે. ટાઈગર અને દિશા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જેકી શ્રોફે બંનેના રિલેશનશિપ અંગે અને મેરેજ પ્લાન્સ વિશે વાત કરી હતી.
અગાઉ, એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં એક્ટરે કહ્યું હતું કે, ‘ટાઈગરે હાલ તેના કામ સાથે લગ્ન કરી લીધા છે. મને નથી લાગતું કે તે ડિફોકસ થઈ રહ્યો છે કારણ કે એકવાર જ્યારે તે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તેની પાસે ફોકસ જેવું લેઝર હોય છે. જાે તે લગ્ન કરશે તો મને જાણ છે કે તે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે’.