Western Times News

Gujarati News

બાપુનગરમાં બનેવીએ સાગરીતો સાથે મળીને સાળાને છરીનાં ઘા માર્યા

કૌટુંબિક ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું : પોલીસે તમામને ઝડપવા કાર્યવાહી શરૂ કરી

 

(પ્રતિનિધિ) અમદાવાદ : બાપુનગરમાં ગત રાત્રે કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જુહાપુરામાં રહેતા માથાભારે બનેવીએ પોતાના સાગરીતો સાથે મળીને સાળા ઉપર જીવલેણ હુમલો કરતા તેને ગંભીર અવસ્થામાં હોસ્પીટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. ખુલ્લેઆમ તલવારો અને છરીઓ લઈને આવેલા બધા શખ્સો હુમલો કર્યા બાદ ભાગી છુટયા હતા જેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

સુત્રોના જણાવ્યાનુસાર સિરાજ અહેમદ ઈબ્રાહીમ શેખ (રહે. સુંદરમનગર, નુરાની મસ્જીદ પાસે, બાપુનગર) કેબલ ઓપરેટર તરીકે ધંધો કરે છે સિરાજભાઈની ફોઈની દીકરીના લગ્ન જુહાપુરા ખાતે રહેતા જહીર વોરા સાથે થયા છે લગ્ન બાદ પતિ-પત્નિ વચ્ચે મનદુખ હતું જેથી સિરાજભાઈ બહેનનું ઉપરાણુ લેતા હતા

આ અંગે અગાઉ પણ સિરાજભાઈ તથા જહીર વચ્ચે ચકમક ઝરી હતી ગઈકાલે રાત્રે પણ આવી જ બબાલ થતાં ઉશ્કેરાયેલા જહીરે સિરાજભાઈને ફોન પર ધમકીઓ આપ્યા બાદ પોતાના ચાર સાગરીતો સાથે બાપુનગર ખાતે પહોચી ગયો હતો અને મધરાત્રે અઢી વાગ્યાના સુમારે તલવારો તથા છરી વડે સિરાજભાઈ ઉપર હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા.

સશ† હુમલાની ઘટનાથી લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને બુમાબુમ થતાં લોકોના ટોળા એકત્ર થયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત સિરાજભાઈને ૧૦૮ દ્વારા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે ભીડનો લાભ લઈ જહીર અને તેના સાથીદારો ભાગી છુટયા હતા આ હુમલાની જાણકારી મળતાં જ બાપુનગર પોલીસે સિરાજભાઈની ફરીયાદ લીધા બાદ રાતભર ઝહીરને ઝડપી લેવા માટે કાર્યવાહી આદરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.