સોલામાં સંતાનો સાથે એકલી રહેતી મહિલાની છેડતી કરી શખ્સ ભાગ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં લુખ્ખા તથા આવારા ત¥વોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે તે રસ્તે જતી-આવતી મહિલાઓના ઘર સુધી પીછો કરી તેમની છેડતી કરે છે. એક તરફ થી સશ્કિતકરણની વાતો થઈ રહી છે ત્યારે કેટલાંક આવારા તત્વોને કારણે †ીઓનું બહાર નીકળવું કે ઘરમાં રહેવું પણ દોહ્યલુ બની ગઈ ગયુ છે. ગુરૂવારે રાત્રે સોલા વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. જેમા પ્લમ્બિંગ કામ કરવા આવલા મજુરે ની એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કરતાં તેણે બુમાબુમ કરી મુકી હતી. જેથી પ્લમ્બર ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.
સોલા સાયન્સ સીટી રોડ ઉપર આવેલા વેદાંત શ્રીજી એન્કલેવમાં રહેતા વર્ષાબેન પટેલના પતિની નોકરી બરોડા ખાતે હોવાથી વર્ષાબેન પોતાના સંતાનો સાથે ઉપરોક્ત સ્થળે એકલા રહે છે.
જ્યારે પતિ અઠવાડીયે રજામાં ઘરે મળવા માટે આવે છે. કેટલાંક દિવસો અગાઉ તેમના ઘરે ભાડજના કૃષ્ણા રા-હાઉસમાં હેતો પશાભાઈ નામનો શખ્સ પ્લમ્બિંગ કામ કરવા માટે આવ્યો હતો. અને તેને વર્ષાબેન એકલા રહેતા હોવાની જાણ હતી. જેથી ગુરૂવારે રાત્રે પોણા દસ વાગ્યે વર્ષાબેન પોતાના ઘરનું કામ આટોપી રહ્યા હતા ત્યારે પશાભાઈએ તેમની પાછળનો દરવાજા ખોલવા દબાણ કયુ હતુ.
પરંતુ વર્ષાબેને મચક ન આપતાં પશાભાઈએ તેમને બેફામ ગાળો બોલી હતી. જેથી ગભરાઈ ગયેલા વર્ષાબેને બુમાબુમ કરતાં પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. જેમને જાઈ પશાભાઈ વાચમેન પાસે ભાગ્યો હતો. જેને વાચમેને ભગાડી મુકયો હતો. બાદમાં વાચમેન પણ ગાયબ થઈ જતાં વર્ષાબેને સોલા પોલીસને પશાભાઈ નામનો શખ્સ પોતાની લાજ લેવાના ઈરાદે આવ્યો હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી.