પેટ્રોલ-ડીઝલ રેકોર્ડ હાઇ પર, શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર
નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત એક સપ્તાહથી સતત વૃદ્ધિ જાેવા મળી રહી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધીને મંગળવારે રેકોર્ડ હાઇ પર પહોંચી ગઈ છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. સરકારી ઓઇલ કંપનીઓ તરફથી જાહેર થયેલા નવા ભાવ મુજબ પેટ્રોલની કિંમતમાં આજે ૨૭ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૦ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.
બીજી તરફ કાલે પેટ્રોલની કિંમતમાં ૨૬ પૈસા અને ડીઝલના કિંમતમાં ૩૩ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. || શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૨.૭૦ રૂપિયા અને ડીઝલ ૯૫.૦૬ રૂપિયા પ્રતિ લીટર છે.,|| અનૂપપુરમાં પેટ્રોલ ૧૦૨.૪૦ રૂપિયા અને ડીઝલ ૯૩.૦૬ રૂપિયા પ્રતિ લીટર છે.,|| રીવામાં પેટ્રોલ ૧૦૨.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૭૩ રૂપિયા પ્રતિ લીટર છે.,|| પરભણીમાં પેટ્રોલ ૧૦૦.૫૦ રૂપિયા અને ડીઝલ ૯૦.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે.,|| ઈન્દોરમાં પેટ્રોલ ૯૯.૯૦ રૂપિયા અને ડીઝલ ૯૦.૭૭ રૂપિયા પ્રતિ લીટર છે.,|| ભોપાલમાં પેટ્રોલ ૯૯.૮૩ રૂપિયા અને ડીઝલ ૯૦.૬૮ રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ દિલ્હી- પેટ્રોલ ૯૧.૮૦ રૂપિયા અને ડીઝલ ૮૨.૩૬ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૯૮.૧૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે.,કોલકાતા- પેટ્રોલ ૯૧.૯૨ રૂપિયા અને ડીઝલ ૮૫.૨૦ રૂપિયા પ્રતિ લીટર છે.ચેન્નઈ- પેટ્રોલ ૯૩.૬૨ રૂપિયા અને ડીઝલ ૮૭.૨૫ રૂપિયા પ્રતિ લીટર છે.