મણિનગરમાં કોરોનાનો દર્દીએ હોસ્પિટલની બારીમાંથી કૂદકો મારી આપઘાત
અમદાવાદ: ઉત્તરાખંડનો યુવક કરોનાથી સંક્રમીત થતાં મણિનગરમાં આવેલી ન્યુ લાઇફ કોવિડ હોસ્પિટલમાં ચાર દિવસથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં કોરોનાથી ડરીને માનિસક રીતે ભાંગી પડેલા યુવકે ગઇકાલે બપોરે હોસ્પિટલના ત્રીજા માળની બારીમાંથી કૂદકો મારીને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરાખંડના નૈનીતાલનો યુવક પત્ની સાથે સગાના ઘરે આવ્યો હતો ઃ કોરોનામાં સપડાતા ચાર દિવસથી મણિનગરની ન્યુ લાઇફ હોસ્પિટલમાં દાખલ હતો ઉત્તરાખંડમાં નૈનીતાલ ખાતે રહેતા પરમજીત અમરેશભાઇ વિશ્વાસ (ઉ.વ.૩૬) મણિનગરમાં રહેતા પોતના સગાના ઘરે પત્ની સાથે આવ્યા હતા. જ્યાં કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા મણિનગર વિસ્તારમાં જયહિંદ ચાર રસ્તા પાસે આવેલી ન્યું લાઇફ કોવિડ હોસ્પિટલમાં ગત તા, ૫મી રોજ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
યુવક કોરોનાના કારણે માનસિક રીતે ભાંગી પડયો હતો જેને લઇને ગઇકાલે બપોરે ૩.૩૦ વાગે હોસ્પિટલના ત્રીજા માળેની બારીમાંથી કૂદકો માર્યો હતો નીચે પટકાતા શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ પર મરણ પામ્યા હતા. આ ઘટના અંગે મણિનગર પોલીસે અકસ્માતે મોત ે નોધી વધુ તપાસ મણિનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ, સી.બી ગોસ્વામી ચલાવી રહ્યા છે.