દધીચિ બ્રિજ નીચે થી વાનરને રેસ્ક્યુ કરાયુ
અમદાવાદ:દધીચિ બ્રિજની નીચે આવેલા એક પિલ્લર પર આજે એક વાનર ફસાઈ ગયો હતો, જેને બચાવવા માટે રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમે પ્રયત્નો કર્યા હતા. એ માટે બાદમાં ફોરેસ્ટ ખાતાની મદદ લેવામાં આવી હતી અને દોઢ કલાકની મહેનતના અંતે વાનરને સલામત રીતે બહાર કાઢીને છોડી મુકાયો હતો.