પાકિસ્તાનના પખતુનખ્વા વિસ્તારમાં ભીષણ ગમખ્વાર અકસ્માત સર્જાયો
પાકિસ્તાનના પખતુનખ્વા વિસ્તારમાં ભીષણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પારિવારિક પ્રસંગે હાજરી આપવા માટે જઈ રહેલા નાગરિકો ભરેલી બસ ઉડી ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી. તમામ પ્રવાસીઓ પરિચિતો હતા અને અકસ્માત સર્જાયો ત્યારે બસ ઉડી ખાઈમાં પલટી ખાતાં જ બસનો ભુક્કો બોલી ગયો હતો અને તેમાં બેઠેલા રપ જેટલા પ્રવાસીઓના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજયા હતાં જયારે ૧૦થી વધુ પ્રવાસીઓને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં તસ્વીરમાં ભુક્કો બોલી ગયેલી બસ નજરે પડે છે.