શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ પર આવેલ સ્મશાનમાં લાકડાની સહાય
સોમનાથ, તાજેતરમાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના કારણે ગીર-સોમનાથ જીલ્લાના આસપાસના વિસ્તારોના લોકો જે મૃત્યુ પામે તેઓની અંતિમ સંસ્કાર માટે સોમનાથ ખાતેના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે લાવવામાં આવતા હોય છે. હાલમાં અગ્નિ સંસ્કાર માટે પ્રવર્તમાન અછતને કારણે અંતિમ સંસ્કાર માટે માન. ટ્રસ્ટી સેક્રેટરીશ્રી, પી.કે.લહેરી સાહેબને ધ્યાને આવતા ટ્રસ્ટ દ્વારા તુરંત સરપણની વ્યવસ્થા માટે પહેલ કરવામાં આવી છે.
જેમાં પ્રથમ શ્રી સોમનાથ ટ્રસ્ટ પાસે પડેલ સાગ સહિતના લાકડાનો જથ્થો અંદાજીત ૦૩ થી ૦૪ ટ્રેકટરને ત્રિવેણી સંગમ ખાતે આવેલ સ્મશાન ઘાટ પર પહોંચાડવામાં આવી રહ્યો છે તેમજ રૂા.૧ લાખની તત્કાલ સહાય કરવામાં આવેલ છે.
તીવ્ર અછતને પહોંચી વળવા વધુ સરપણ (લાકડાના) જથ્થા માટે આસપાસના લોકો, સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થા, સ્વૈચ્છીક સંસ્થા, સામાજીક અગ્રણીઓ, દાતાશ્રીઓને આ તકે મદદરૂપ થવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે. સ્વૈચ્છીક અનુદાનમાં સરપણ (લાકડા) જાે કોઈ આપવા માંગે તો સ્મશાન સુધી લઈ જવાની (ટ્રાન્સપોર્ટેશન) વ્યવસ્થાન ઓનકોલ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.