Western Times News

Gujarati News

અમદાવાદમાં પ્રથમ એક લાખ કેસ ૩૯૫ દિવસમાં અને બીજા એક લાખ કેસ ૨૨ દિવસમાં નોંધાયા

(પ્રતિનિધિ)અમદાવાદ,  સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યુ હોવાના દાવા વચ્ચે રોજ ત્રણ હજાર જેટલા નવા કેસ બહાર આવી રહ્યા છે. મહીનામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો તેમજ માત્ર ૨૨ દિવસમાં જ એક લાખ નવા કેસ કન્ફર્મ થયા હતા. આ આંકડા જ તેની ભયાનકતા સાબિત કરી રહ્યા છે.

તેમ છતાં છેલ્લા એક સપ્તાહથી દૈનિક કેસની સંખ્યા અને રીકવરી રેટમાં સુધારો જાેવા મળ્યો છે. તેમજ દસ દિવસ પહેલા ઓક્સીન, એડમીશન અને ઇન્જેકશન માટે જે સમસ્યાઓ જાેવા મળી હતી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં ૧૦મી મે એ કોરોના કેસના આંકડા બે લાખને પાર કરી ગયા છે.

આ દિવસે કુલ મૃતકોની સંખ્યા ૩૦૪૮ અને એક્ટીવ કેસની સંખ્યા ૫૩૯૧૩ રહી છે. ચિંતાજનક બાબત એ છે કે શહેરમાં પ્રથમ એક લાખ કેસ ૩૯૫ દિવસમાં કન્ફર્મ થયા હતા જેની સામે બીજા એક લાખ કેસ માત્ર ૨૨ દિવસમાં જ નોંધાયા છે. શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ-૨૦૨૦માં નોંધાયો હતો. તે સમયથી ગણતરી કરવમાં આવે તો ૨૦ એપ્રિલે એક લાખ કેસસ નોંધાયા હતા. જ્યારે ૧૦મી મે એ કુલ કેસનો આંકડો બે લાખને પાર કરી ગયો છે શહેરમાં માત્ર ૨૨ દિવસમાં જ એક લાખ કેસ અને ૪૦૦ કરતા વધુ મરણ નોંધાયા છે.

શહેરમાં માર્ચ મહીનાના અંત સુધી દૈનિક કેસની સંખ્યા લગભગ નિયંત્રણમાં રહી હતી. નવમી એપ્રિલે પ્રથમ વખત દૈનિક કેસનો આંકડો એક હજારને પાર ગયો હતો. ત્યારબાદ તેમાં સતત વધારો થતો રહ્યો હતો. તેમજ ૨૫ એપ્રિલે ૫૭૯૦ કેસ નોંધાયા હતા. મે મહિનાના પ્રથમ દસ દિવસમાં ૪૦ હજાર કરતા વધુ કેસ નોધાયા છે.

તેમજ છેલ્લા ચાર દિવસથી દૈનિક કેસની સંખ્યા ત્રણ હજાર આસપાસ રહી છે. શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે રીકવરી રેટમાં પણ વધારો જાેવા મળ્યો છે. એપ્રિલ મહીનાના અંતમાં રીકવરી રેટ માત્ર ૫૮ ટકા હતા. ૧૦ મે એ રીકવરી રેટ વધીને ૭૧ ટકા થયો છે. સાથે સાથે મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

શહેરમાં ૩૦ એપ્રિલે ઓક્સીજન-આઈસીયુમાં ૯૧૨૫ દર્દી હતા બીજી મે એ ગંભીર દર્દીઓની સંખ્યા ૯૩૩૭ થઈ હતી. જેની સામે ૧૧મે એ ગંભીર દર્દીઓની સંખ્યા ઘટીને ૮૦૫૨ થઈ છે. તેમજ ઓક્સીજન-આઈસીયુના ૧૫૨૦ બેડ ઉપલબ્ધ છે. જે શહેરીજનો માટે સારા સમાચાર છે.

અત્રે નોંધનીય છે કે ઓક્ટોબર થી માર્ચ – ૨૦૨૧ સુધી કોરોનાના માત્ર ૩૩૭૯૪ કેસ નોંધાયા હતા. જેની સામે માત્ર એપ્રિલ મહીનામાં જ ૯૨ હજાર કરતા વધારે કેસ કન્ફર્મ થયા હતા. એપ્રિલ મહીનામાં રીકવરી રેટ ઘટ્યો હતો તેમજ એક્ટીવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ૩૫ હજાર કરતા વધુ એક્ટીવ કેસ એપ્રિલ અંતમાં કન્ફર્મ થયા હતા. રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા આંશિક કરફ્યુ અને વેક્સીનના પરીણામે કોરોના સંક્રમણમાં સામાન્ય રાહત જાેવા મળી છે. નિષ્ણાતોના મંતવ્ય મુજબ ૨૦મી મે બાદ પરિસ્થિતી લગભગ થાળે પાડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.