મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ
મુંબઈ: મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બનાવમાં 20 લોકોના મૃત્યું થયા છે. 22 લોકો ઈજાગ્રસ્ત, 70 લોકો ફસાયેલા છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ. ત્રણ જિલ્લા ધુલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે.અત્યાર સુધી બે પ્રચંડ વિસ્ફોટ થયા છે. લોકલ અધિકારીઓ ઘટના સ્થળે. 22 લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં 70 લોકો ફસાયેલા છે. દુર્ઘટનાને પગલે શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો.